Black fungus અને White fungus વચ્ચે શું તફાવત છે ? બંનેમાંથી કયો રોગ છે વધારે જોખમી

|

May 24, 2021 | 5:17 PM

Black fungus અને White fungusએ કોરોનાની બીજી લહેરમાં લોકોની ચિંતા વધારી છે. આ બંને રોગો કોરોના કરતા વધુ જીવલેણ માનવામાં આવે છે. છેવટે, Black fungus અને White fungus વચ્ચે શું તફાવત છે ? ચાલો જાણીએ

Black fungus અને White fungus વચ્ચે શું તફાવત છે ? બંનેમાંથી કયો રોગ છે વધારે જોખમી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Black fungus અને White fungusએ કોરોના ચેપના બીજી લહેર વચ્ચે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. આ બંને રોગો કોરોના કરતા વધુ જીવલેણ માનવામાં આવે છે. Black fungusને પણ ઘણા રાજ્યોમાં રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ White fungus કોઈ મોટા રોગચાળાથી ઓછો નથી. છેવટે, Black fungus અને White fungus વચ્ચે શું તફાવત છે? Black fungus કરતાWhite fungus કેટલી જોખમી છે ? ચાલો આ વિશે વિગતવાર જાણીએ

Black fungus વચ્ચે White fungusના કેસો પણ વધવા લાગ્યા છે. પરંતુ હજી પણ આ વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. જેમ કે, તે હજી સુધી જાણી શકાયું નથી કે White fungusને કંઇ વસ્તુ વધુ ખતરનાક બનાવે છે ?

પટણાના સલાહકાર એનેસ્થેસિયોલોજિસ્ટ ડો. શરદ જણાવે છે કે “ઘણી જગ્યાએ White fungusના કિસ્સાઓ બન્યા છે અને તેઓ સંભવત (Candida)કેન્ડિડાનો ઉલ્લેખ કરી રહ્યા છે. કેન્સર, ડાયાબિટીઝની દવા અથવા સ્ટેરોઇડ્સને કારણે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. આવા લોકોમાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધારે છે. સફેદ ફૂગની સરળતાથી સારવાર કરવામાં આવે છે. પરંતુ લોકોએ White fungusથી જાગૃત રહેવાની જરૂર છે. ”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Black fungus અને White fungus વચ્ચે શું તફાવત છે?
અત્યાર સુધી કોરોના દર્દીઓમાં Black fungus મળી આવ્યો છે, જેને સ્ટીરોઈડ આપવામાં આવ્યા છે, જ્યારે કોરોના ન હોય તેવા દર્દીઓમાં સફેદ ફૂગના કેસ પણ શક્ય છે. Black fungus આંખો અને મગજને સૌથી વધુ અસર કરે છે, જ્યારે સફેદ ફૂગ સરળતાથી લંગ્સ, કિડની, આંતરડા, પેટ અને નખને અસર કરે છે.

આ સિવાય Black fungus ઉંચા મૃત્યુ દર માટે જાણીતો છે. આ રોગમાં મૃત્યુ દર લગભગ 50% છે. તેનો અર્થ એ કે દર બે લોકોમાંથી એકનું મોત નીપજવાનું જોખમ છે. પરંતુ White fungusમાં મૃત્યુદર વિશે હજી કોઈ માહિતી મળી નથી.

Black fungus માત્ર ખૂબ જ સ્ટીરોઇડ્સ લેવાથી જ નથી થતો, એક મોટું કારણ આ પણ છે

ડોકટરો કહે છે કે White fungus એક સામાન્ય ફૂગ છે જે લોકોમાં કોરોના રોગચાળા પહેલા જ થાય છે. વારાણસીના વિટ્રો રેટિના સર્જન ડો. ક્ષિતિજ આદિત્ય જણાવે છે કે “આ કોઈ નવી બીમારી નથી. કારણ કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય છે તેઓને આવી બીમારી થઈ શકે છે. Black fungus એટલે કે મ્યુકોરમાયકોસિસ જુદી જુદી જાતિની ફૂગ છે, આ પણ જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓને થાય છે. Black fungus નાક દ્વારા શરીરમાં આવે છે. અને આંખો અને મગજને અસર કરે છે. હૃદય, કિડની, હાડકાં સહિતના તમામ અવયવોમાં ફેલાય છે તેથી જ તે ખૂબ જોખમી માનવામાં આવે છે.”

શું Black fungusની સારવાર શક્ય છે ?
નિષ્ણાંતો કહે છે કે White fungusના કિસ્સામાં સારા સ્કિન નિષ્ણાતની સલાહ લઈને આ રોગ મટાડી શકાય છે. હજી સુધી White fungusના કોઈ વધારે કેસ નોંધાયા નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે Black fungusની જેમ, તે વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે.

Published On - 5:16 pm, Mon, 24 May 21

Next Article