
બિપિન રાવત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે જે ત્રણેય સેવાઓ અંગે સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. જનરલ બિપિન રાવત 1 જાન્યુઆરી 2020 ના રોજ ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બન્યા. સેનાની ત્રણેય પાંખોના મામલામાં CDS સંરક્ષણ પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરે છે. આ સાથે ત્રણેય સેનાના પ્રમુખો પણ રક્ષા મંત્રીને તેમની સેનાઓ અંગે સૂચનો આપે છે.
CDS શું છે?
સેનાની ત્રણેય પાંખોના મામલામાં CDS સંરક્ષણ પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરે છે. આ સાથે ત્રણેય સેનાના પ્રમુખો પણ રક્ષા મંત્રીને તેમની સેનાઓ અંગે સૂચનો આપે છે.
CDS એ સંરક્ષણ પ્રધાનની આગેવાની હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની આગેવાની હેઠળની સંરક્ષણ યોજના સમિતિના સભ્ય છે. આ સિવાય ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના
સૈન્ય સલાહકાર તરીકે પણ કામ કરે છે.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું કાર્ય સૈન્યની ત્રણેય પાંખો વચ્ચે લાંબા ગાળાના આયોજન, તાલીમ, પ્રાપ્તિ અને પરિવહનના કાર્યો માટે સંયોજક તરીકે કામ કરવાનું રહેશે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને સાયબર અને સ્પેસ કમાન્ડની જવાબદારી પણ આપવામાં આવી છે.સીટીએસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તેઓ સંરક્ષણ મંત્રાલય હેઠળ નવા રચાયેલા ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ (ડીએમએ)ના સચિવ તરીકે સેવા આપશે.
સીડીએસનું પદ કેમ મહત્વનું છે?
આ પોસ્ટ સેનાના ત્રણેય ભાગોને સંકલન કરવા અને ત્રણેયને એક આદેશ પર સક્રિય કરવા માટે બનાવવામાં આવી છે. 1999 ના કારગિલ યુદ્ધ પછી પણ, ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ બનાવવાની પહેલ કરવામાં આવી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સેનાના ત્રણેય વડાઓથી ઉપર હશે અને તેઓ 65 વર્ષની ઉંમર સુધી તેમના પદ પર સેવા આપી શકશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ