વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે કોલકાતામાં (Kolkata) ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના (Chittaranjan National Cancer Institute / CNCI) બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ગુરુવારે આ માહિતી આપી. પીએમઓએ જણાવ્યું કે વડાપ્રધાન 7 જાન્યુઆરીએ 1:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 460 બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે.
સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) કહ્યું કે, તેઓ કાલીઘાટ સ્થિત તેમના નિવાસસ્થાનથી આ વર્ચ્યુઅલ મીટિંગમાં પણ ભાગ લેશે. 530 કરોડના ખર્ચે આ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં કેન્દ્ર સરકારે લગભગ 400 કરોડ રૂપિયા આપ્યા છે જ્યારે બાકીની રકમ પશ્ચિમ બંગાળ સરકારે ખર્ચી છે. પીએમઓએ કહ્યું કે સંસ્થાના બીજા કેમ્પસનું નિર્માણ દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ છે.
છેલ્લા કેટલાક સમયથી CNCI ના વિસ્તરણની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. સીએનસીઆઈના નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 460 બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે. પીએમઓએ કહ્યું કે આ સંકુલ કેન્સર સંશોધન માટે અત્યાધુનિક કેન્દ્ર તરીકે પણ કામ કરશે.
ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એ ભારતની કેન્સર મેડિકલ હોસ્પિટલ છે. તે ભારતના 25 પ્રાદેશિક કેન્સર કેન્દ્રોમાંનું એક છે. આ સંસ્થા કોલકાતામાં જતીનદાસ પાર્ક મેટ્રો સ્ટેશન પાસે છે. તેની સ્થાપના 2 જાન્યુઆરી 1950 ના રોજ મહાન સ્વાતંત્ર્ય સેનાની ચિત્તરંજન દાસની યાદમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું નામ “ચિતરંજન કેન્સર હોસ્પિટલ” રાખવામાં આવ્યું હતું.
Thank You SIR🙏for the second campus of Chittaranjan Cancer Hospital.
This hospital under Central Health Ministry will have the latest infrastructure including NUCLEAR
MEDICINE.guest house,doctors quartes &750 beds for an investment of 1000 crores.THANK YOU🙏 pic.twitter.com/ps0zwnQ4OB
— Agnimitra Paul BJP (@paulagnimitra1) January 6, 2022
પીએમ નરેન્દ્ર મોદીની આ પહેલને આવકારતા, બીજેપી (BJP) ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું, ચિત્તરંજન કેન્સર હોસ્પિટલના બીજા કેમ્પસ માટે આભાર સર. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતી આ હોસ્પિટલમાં અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. તેમાં દવા, ગેસ્ટ હાઉસ, ડોક્ટર્સ ક્વાર્ટર્સ અને 750 બેડ હશે. તમને જણાવી દઈએ કે પૂર્વ ભારતમાં કેન્સરનું આ એક મહત્વનું મેડિકલ સેન્ટર છે. તેના પૂર્વ ભારતના દર્દીઓને મોટી રાહત મળે છે અને અહીં તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો : PMની સુરક્ષામાં ક્ષતિઓથી ચિંતિત રાષ્ટ્રપતિ, PM મોદીએ પોતે ઘટનાની આપી જાણકારી
આ પણ વાંચો : આખરે જાગ્યા ચન્ની : PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના