“અંગ… બંગ… કલિંગ” PM મોદીએ બંગાળમાં અંતિમ રેલીમાં આ નારાનો એક ખાસ કારણથી કર્યો ઉપયોગ- વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની અંતિમ રેલીમાં "અંગ બંગ કલિંગ" ના નારાનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં આ નારાનો ઉચ્ચાર તેમણે બંગાળ ચૂંટણી પહેલા તેમની અંતિમ રેલી દરમિયાન કર્યો હતો. આ નારો બોલવા પાછળ એક વડાપ્રધાને એક બહુ મોટો સંદેશ આપ્યો હતો. શું હતો એ સંદેશ આવો જાણીએ

અંગ... બંગ... કલિંગ PM મોદીએ બંગાળમાં અંતિમ રેલીમાં આ નારાનો એક ખાસ કારણથી કર્યો ઉપયોગ- વાંચો
| Updated on: May 04, 2026 | 10:50 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં તેમની અંતિમ ચૂંટણી રેલી દરમિયાન ઐતિહાસિક “અંગ બંગ અને કલિંગ” ના નારાનો ઉપયોગ કર્યો હચો. જેમા ભારતના પૂર્વના રાજ્યો વચ્ચેના સહિારા સાંસ્કૃતિ અને સભ્યતા ના સંબંધોનો ઉલ્લેક કરવામાં આવ્યો. બંગાળમાં ચૂંટણી પહેલાની તેમની સભાને સંબોધતા તેમણે દેશની એક્તા અને સાંસ્કૃતિક વારસા પર ભાર મુક્યો. તેમણે બંગાળની ચૂંટણી પહેલા પ્રાચીન પ્રાદેશિક ઓળખને આધુનિક રાજકીય આકાંક્ષા સાથે જોડી.

“અંગ બંગ કલિંગ” નો અર્થ શું ?

પ્રાચીન ઐતિહાસિક નામો પર નજર કરીએ તો અંગ એટલા હાલના બિહારના ભાગોનો ઉલ્લેખ છે જ્યારે બંગ એટલે બંગાળ અને કલિંગ એટલે ઓરિસ્સા. આ ત્રણ રાજ્યો પૈકી બિહાર અને ઓડિસામાં તો ભાજપની સરકાર બની ગઈ છે હવે બંગ એક બાકી છે. ત્યારે અંગ બંગ કલિંગ નારો આપીને વડાપ્રધાન મોદીએ અંગ અને કલિંગ બાદ હવે બંગ તેમનુ લક્ષ્ય હોવાનો સંકેત પણ આપી દીધો. આ સાથે તેમણે એ આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આ વખતે તેમની પાર્ટી બંગાળમાં મોટા માર્જિન સાથે જીત મેળવશે. છેલ્લી રેલીમાં PM મોદીએ એવુ પણ કહ્યુ હતુ કે હવે સીધો શપથ વિધિ માં આવીશ. આ જ દર્શાવે છે કે તેઓ આ વખતે બંગાળમાં તેમની જીતને લઈને પુરેપુરા આશ્વસ્ત છે.

પ્રાચીન ઐતિહાસિક નારાનો ઉપયોગ રાજ્યોની સંસ્કૃતિ અને એકબીજા સાથે જોડાયેલા ઈતિહાસ અને વિકાસના વ્યાપક વર્ણનને પણ પ્રકાશિત કરવા માટે પણ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોમાં શાસન, માળખાગત સુવિધાઓ અને આર્થિક વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું, અને રાજ્યમાં ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થા અને વહીવટી કામગીરી જેવા મુદ્દાઓ પર વિરોધી પક્ષોને નિશાન બનાવ્યા.

રાજકીય પંડીતો શું માને છે?

અંગ બંગ કલિંગના નારા પર રાજકીય પંડીતો નોંધે છે કે સાંસ્કૃતિક રીતે પડઘો પાડતા આ નારાનો ઉપયોગ પ્રાદેશિક લાગણીઓ અને મતદારોને લાગણીથી કનેક્ટ કરવાનો એક વ્યુહાત્મક પ્રયાસનો એક ભાગ છે. આ રેલી પ્રચારના તબક્કા ઉચ્ચ મૂલ્યો તરીકે જોવામાં આવે છે. રાજકીય પક્ષો વચ્ચે વચ્ચે જ્યારે નેક ટુ નેક ફાઈટ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાનનો નારો મતદારોને સંસ્કૃતિ સાથે કનેક્ટ કરવાનો પણ એક પ્રયાસ હતો.

 

Happy Birthday Gujarat: સોલંકી યુગના સુવર્ણકાળથી લઈને આધુનિક ગુજરાત મોડેલ સુધી કેટલુ બદલાયુ ગુજરાત?

Published On - 10:13 am, Mon, 4 May 26

Follow Us
Loading...
Unable to load recommendations.