West Bengal election : ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, સાંસદ બાબુલ સુપ્રિયો અને લોકેટ ચેટર્જી ચૂંટણી લડશે

|

Mar 14, 2021 | 4:15 PM

West Bengal elections : વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં ભાજપે 63 ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયો અને લોકેટ ચેટર્જીના નામ પણ આમાં શામેલ છે.

West Bengal election : ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, સાંસદ બાબુલ સુપ્રિયો અને લોકેટ ચેટર્જી ચૂંટણી લડશે
બાબુલ સુપ્રિયો

Follow us on

West Bengal elections : ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. જેમાં 63 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ભાજપના સાંસદ લોકેટ ચેટર્જી અને કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોનું પણ નામ છે. આ સિવાય લોકસભાના સાંસદ નિસિથ પ્રમાનિક અને સ્વપ્નદાસ ગુપ્તાને પણ ટિકિટ આપવામાં આવી છે. સ્વપનદાસ ગુપ્તા રાજ્યસભાના સાંસદ છે.

રાજીવ બેનર્જીને પણ ટિકિટ અપાઇ

ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા રાજીવ બેનર્જીને ડોમજુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે અલીપુરદ્વારના અશોક લાહિરી, ચંડીતાલાના યશદાસ ગુપ્તા, બિહલા પૂર્વના પાયલ સરકાર, કસબાના ડો.ઇન્દ્રનીલ ખાન, હાવડા સિયામપુર બેઠક પર અભિનેત્રી તનુશ્રી ચક્રવર્તી, ચુચુડા બેઠક માટે લોકેટ ચેટરજી, સોનપુર દક્ષિણથી અંજના બસુ અને હાવડા-દક્ષિણથી રુનાતી દેવ ગુપ્તાને ટિકિટ આપી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભાજપનો 200થી વધુ બેઠકો પર જીતવાનો દાવો

ભાજપની બીજી યાદી જાહેર કરતાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 200થી વધુ બેઠકો જીતવા જઈ રહી છે.

Next Article