Bhabanipur By Poll Result: મમતા બેનર્જી આઠમા રાઉન્ડની મત ગણતરી બાદ 27502 મતથી આગળ, સીપીઆઈ (એમ) ના ઉમેદવારને માત્ર 755 મત મળ્યા

|

Oct 03, 2021 | 12:08 PM

Bhabanipur By Poll Result: મમતા બેનર્જી આઠમા રાઉન્ડની મત ગણતરી બાદ 27502 મતથી આગળ છે. મમતા બેનર્જીને આઠમા રાઉન્ડની મત ગણતરી બાદ 81 ટકા મત મળ્યા છે.

Bhabanipur By Poll Result: મમતા બેનર્જી આઠમા રાઉન્ડની મત ગણતરી બાદ 27502 મતથી આગળ, સીપીઆઈ (એમ) ના ઉમેદવારને માત્ર 755 મત મળ્યા
Mamata Banerjee

Follow us on

પશ્ચિમ બંગાળની કમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamata Banerjee) હાથમાં રહેશે કે નહીં તે આજે નક્કી થશે. આજે ભવાનીપુર બેઠક (bhabanipur By-Poll Result 2021) પર યોજાયેલી પેટા ચૂંટણી માટે મતની ગણતરી કરવાની છે. ભવાનીપુર ઉપરાંત શમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણીના પરિણામો આવશે.

મમતા બેનર્જી આઠમા રાઉન્ડની મત ગણતરી બાદ 27502 મતથી આગળ છે. મમતા બેનર્જીને આઠમા રાઉન્ડની મતગણતરી બાદ 81 ટકા મત મળ્યા છે. અત્યાર સુધીની ગણતરી મુજબ સીપીઆઈ (એમ) ના ઉમેદવાર શ્રીજીબ બિસ્વાસને માત્ર 755 મત મળ્યા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં છે. તેમની સામે ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટીબરેવાલ (BJP Priyanka Tibrewal) મેદાનમાં છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા. હવે મુખ્યમંત્રી પદ પર રહેવા માટે તેમણે આ પેટા ચૂંટણી જીતવી પડશે. બે ઉમેદવારના મૃત્યુ પછી, એપ્રિલમાં જંગીપુર અને સમસેરગંજમાં ચૂંટણી રદ કરવી પડી હતી.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

ભાજપની પ્રિયંકા ટીબરેવાલ ભવાનીપુરમાં બેનર્જી સામે મેદાનમાં છે, જ્યારે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદી (CPI-M) એ શ્રીજીબ બિસ્વાસને ટિકિટ આપી છે. પ્રિયંકાએ દાવો કર્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ વોર્ડ નં -72 માં એક મતદાન મથક પર જબરદસ્તીથી મતદાન પ્રક્રિયા બંધ કરી હતી અને રાજ્યમંત્રી ફિરહાદ હકીમ મત વિસ્તારમાં મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ભવાનીપુરમાં સૌથી ઓછું મતદાન થયું હતું

ચૂંટણી પંચ અનુસાર, ભવાનીપુરમાં 53.32 ટકા મતદાન થયું. આ સિવાય મુર્શીદાબાદ જિલ્લાના જંગીપુરમાં 76.12 ટકા લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે સંસેરગંજમાં 78.60 ટકા લોકોએ મતદાન કર્યું હતું. ભવાનીપુરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

મમતા માટે મહત્વની ચૂંટણી

મમતા બેનર્જી માટે આ ચૂંટણી ઘણી મહત્વની છે, કારણ કે મમતા બેનર્જીને નંદીગ્રામમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા અને સીએમ રહેવા માટે તેમને આ ચૂંટણી જીતવી જરૂરી છે. તો જ તે મુખ્યમંત્રી પદ પર રહી શકશે.

મત ગણતરીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત

મત ગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મત ગણતરી કેન્દ્ર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્રીય દળોની 24 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : પંજાબના સીએમ ચન્નીએ ડાંગર ખરીદીના મુદ્દે પીએમ મોદીના હસ્તક્ષેપ બદલ આભાર માન્યો, કોંગ્રેસે કહ્યું ખેડૂતોની જીત

આ પણ વાંચો : શા માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને પ્રધાનમંત્રીએ એક સાથે ગાંધી સમાધી ‘રાજઘાટ’ પર જવાનું બંધ કર્યું, જાણો આ અહેવાલમાં

Published On - 7:36 am, Sun, 3 October 21

Next Article