West Bengal : વીજળી પડવાથી 26 લોકોના મૃત્યુ, વડાપ્રધાન મોદીએ જાહેર કરી સહાય

|

Jun 07, 2021 | 11:25 PM

West Bengal : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે મૃતકના પરિજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી છે.

West Bengal : વીજળી પડવાથી 26 લોકોના મૃત્યુ, વડાપ્રધાન મોદીએ જાહેર કરી સહાય
FILE PHOTO

Follow us on

West Bengal : પશ્ચિમ બંગાળમાં વીજળીએ હાહાકાર મચાવ્યો છે. 7 જૂનને સોમવારે રાજ્યના પાંચ જિલ્લામાં વીજળી પડવાથી 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.સોમવારે પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાના કારણે 26 લોકોનું કરૂણ મોત નીપજ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કરવાની સાથે વળતરની પણ જાહેરાત કરી છે.

 

મૃતકોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની જાહેરાત
પીએમ મોદીએ ટવીટ કરીને લખ્યું કે, “મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે, જેમણે પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વીજળી પડવાના કારણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તો જલ્દી જ સ્વસ્થ થાય.”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે મૃતકના પરિજનોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 ની સહાયની જાહેરાત કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ દુખ વ્યક્ત કર્યું હતું
ગૃહમંત્રી શાહે ટ્વિટ કર્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળના જુદા જુદા ભાગોમાં વીજળી પડવાના કારણે લોકોનાં મોતની ઘટના ખૂબ જ દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઇજાગ્રસ્ત લોકોની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
West Bengal માં વીજળી પડવાના કારણે મુર્શીદાબાદ જિલ્લામાં વધુ ત્રણ લોકો ઘાયલ થયા, જેમને સારવાર માટે જંગીપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલકત્તા સહિત દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં બપોર પછીથી ભારે વરસાદ પડ્યો હતો, જેને હવામન વિભાગે ચોમાસા પૂર્વેના વરસાદ તરીકે વર્ણવ્યું હતું. વીજળી પડવાને કારણે હુગલીમાં 11, મુર્શિદાબાદમાં 2, બાંકુરામાં 2, પૂર્વ મિદનાપુર અને પશ્ચિમ મિદનાપુરમાં 1 વ્યક્તિનાં મોત થયાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહત તરીકે પીડિતોના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે.

 

Published On - 11:21 pm, Mon, 7 June 21

Next Article