પાકિસ્તાનની ઉંઘ ઉડાવનાર અભિનંદને ત્યાં રહીનેે પણ બનાવ્યો World Record, સૌથી ઓછા સમયમાં દુશ્મનની પકડમાંથી છૂટ્યા

|

Mar 01, 2019 | 4:39 PM

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન તરફથી ભારતને પરત આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની વાઘા બોર્ડર પરથી તેઓ ભારત પહોંચશે. અભિનંદનના સ્વાગત માટે સમગ્ર દેશ એકત્ર થઈ રહ્યો છે. ત્યારે ઘણાં લોકો બોર્ડર પર જ હાથમાં તિરંગો લઇને એકત્ર થયા છે. જ્યારે નોંધનીય વાત એ છેકે માત્ર 54 કલાકમાં જ પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યો હોય. #WelcomeHomeAbhinandan: […]

પાકિસ્તાનની ઉંઘ ઉડાવનાર અભિનંદને ત્યાં રહીનેે પણ બનાવ્યો World Record, સૌથી ઓછા સમયમાં દુશ્મનની પકડમાંથી છૂટ્યા

Follow us on

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન તરફથી ભારતને પરત આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની વાઘા બોર્ડર પરથી તેઓ ભારત પહોંચશે. અભિનંદનના સ્વાગત માટે સમગ્ર દેશ એકત્ર થઈ રહ્યો છે. ત્યારે ઘણાં લોકો બોર્ડર પર જ હાથમાં તિરંગો લઇને એકત્ર થયા છે. જ્યારે નોંધનીય વાત એ છેકે માત્ર 54 કલાકમાં જ પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યો હોય.

ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, જ્યારે બીજા દેશ તરફથી અન્ય દેશના સેના ઓફિસરને ઓછા સમયમાં છોડવામાં આવ્યો છે. મેજર જનરલ અશોક મહેતાના અનુસાર, ઇતિહાસમાં પહેલી વખત સેનાના અધિકારીને 36 કે 48 કલાકમાં કોઇ પણ શરત વગર છોડવાની ક્રિયા બની છે. જે દેશ માટે પણ ગર્વની વાત છે.

આ પણ વાંચો :ઇસ્લામિક જગત સામે ગાજિયા સુષ્મા સ્વરાજ, આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની ખોલી પોલ 

એવું પણ કહેવામાં આવી રહ્યું છે, અભિનંદનને કોઇ પણ સંધિ કે કોઇ પણ કરાર વગર મુક્ત કરવામાં આ્યો છે. જેના કારણે જે આ શક્ય બન્યું છે. જો કે નોંધનીય વાત એ છે કે સંધિ ત્યારે જ લાગુ પાડવામાં આવે છે જ્યારે દેશમાં કોઇ પણ જંગની જાહેરાત કરવામાં આવી હોય છે. હાલમાં ભારત કે પાકિસ્તાન તરફથી કોઈ પણ યુદ્ધની જાહેરાત કરવામાં આવી નથી. અભિનંદનની મુક્તિ જીનીવા સંધિ હેઠળ નથી થઈ રહી.

TV9 Gujarati

 

આ તરફ સમગ્ર દુનિયામાં ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન તરફથી ભારતને સોંપવાના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમજ ભારતને પણ યોગ્ય સહકાર આપવાની વાત કરી છે.

અત્રે નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરીના પાકિસ્તાન તરફથી એક જવાબી કાર્યવાહીમાં અભિનંદન મિગ-21 માંથી પેરાશૂટ સાથે કુદી પડ્યા હતા. જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેઓ પાકિસ્તાનની ભૂમિ પર છે. આ પછી ભારત તરફથી દબાણ વધતાં પાક. પીએમ ઇમરાન ખાને શુક્રવારે અભિનંદનને મુક્ત કરવાની વાત કરી હતી.

[yop_poll id=1906]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:59 pm, Fri, 1 March 19

Next Article