IMDએ ઉત્તર ભારતમાં 9 ફેબ્રુઆરીએ વરસાદની (Rain) આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તે જ સમયે, હરિયાણા, રાજસ્થાન, પંજાબમાં હળવા વરસાદની સંભાવના છે.
IMD તરફથી મળેલી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઉત્તર ઓડિશામાં 9 અને 10 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સિવાય પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાનમાં પણ વરસાદ પડશે.
હવામાન વિભાગે 9 અને 10 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના કેટલાક સ્થળોએ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં માઈનસ 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે ઉત્તર કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ 7.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની ધારણા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે IMDએ 9 અને 10 ફેબ્રુઆરીએ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. IMD એ પણ વરસાદને કારણે ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે. 9 ફેબ્રુઆરીની રાત્રિ દરમિયાન પશ્ચિમ હિમાલયન પ્રદેશ (જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ અને મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) પર વાવાઝોડાં અને વીજળી સાથે વ્યાપક વરસાદ અને બરફ પડવાની સંભાવના છે.
9 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં વ્યાપક વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. તે જ સમયે, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિવિધ ભાગોમાં કરા પડવાની સંભાવના છે. જ્યારે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.