હવામાન વિભાગની આગાહી, શીત લહેરનો પ્રકોપ હજુ વધશે, જાણો કડકડતી ઠંડીમાંથી ક્યારે રાહત મળશે

|

Jan 16, 2023 | 5:13 PM

હવામાન વિભાગે (IMD) જણાવ્યું કે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે. રાજસ્થાનના બાકીના ભાગો, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે.

હવામાન વિભાગની આગાહી, શીત લહેરનો પ્રકોપ હજુ વધશે, જાણો કડકડતી ઠંડીમાંથી ક્યારે રાહત મળશે
Winter

Follow us on

ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સોમવારે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો અને ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. હિમાલયમાંથી આવતા ઠંડા ઉત્તર પશ્ચિમી પવનોને કારણે મેદાની વિસ્તારોમાં આગામી બે દિવસમાં વધુ વરસાદ જોવા મળશે અને વધુ ઠંડીની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 19 જાન્યુઆરીથી શીત લહેરોની સ્થિતિ સમાપ્ત થશે, જે એક પછી એક ટૂંકા અંતરાલમાં આ પ્રદેશમાં અસરકારક રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ એશિયામાંથી ગરમ ભેજવાળા પવનો વહન કરતી હવામાન સીસ્ટમ આ પ્રદેશની નજીક આવે છે, ત્યારે પવનની દિશા બદલાય છે. પર્વતો પરથી આવતા ઠંડા ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાતા બંધ થઈ જાય છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શીત લહેર દિલ્હીના ઘણા ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીની લહેર પ્રવર્તી રહી છે.

આ પણ વાંચો : VIDEO : રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, મોટાભાગના શહેરોમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજસ્થાનના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી રહેશે

હવામાન વિભાગે જણાવ્યું કે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે. રાજસ્થાનના બાકીના ભાગો, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. રાજસ્થાનના ચુરુમાં સોમવારે લઘુત્તમ તાપમાન માઈનસ 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સોમવારે મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું હતું.

દિલ્હીની સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1 જાન્યુઆરી, 2021 પછી વર્ષના પ્રથમ મહિના માટે સૌથી નીચું છે. લોધી રોડ ખાતેના વેધર સ્ટેશન, જ્યાં IMD હેડક્વાર્ટર આવેલું છે, લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ પશ્ચિમ દિલ્હીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ, મધ્ય દિલ્હીના રિજ વિસ્તારમાં 2 ડિગ્રી સેલ્સિયસ અને પશ્ચિમ દિલ્હીના જાફરપુરમાં 2.2 ડિગ્રી સેલ્સિયસ હતું.

20 જાન્યુઆરી સુધીમાં 3-5 ડિગ્રીનો વધારો થશે

17 જાન્યુઆરી સુધીમાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો થવાની સંભાવના છે. IMD એ જણાવ્યું હતું કે, 18 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે. ધીમે ધીમે ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

ઈનપુટ – ભાષા

Next Article