વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ ગંગા વિલાસમાં સફર કરવા માગો છો? વાંચો કેટલું રહેશે ભાડું અને કેટલા દિવસની રહેશે મુસાફરી, જુઓ VIDEO

|

Jan 12, 2023 | 3:13 PM

World Longest Cruise: વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ગંગા વિલાસને વડાપ્રધાન મોદી 13 જાન્યુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સથી વારાણસીમાં ગંગા નદીના કિનારે ફ્લેગ ઓફ કરશે PMOએ જાહેર કરેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન 1,000 કરોડ રૂપિયાથી વધુના અનેક અન્ય આંતરદેશીય જળમાર્ગો પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ ગંગા વિલાસમાં સફર કરવા માગો છો? વાંચો કેટલું રહેશે ભાડું અને કેટલા દિવસની રહેશે મુસાફરી, જુઓ VIDEO
વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ગંગા વિલાસ
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

ગંગા વિલાસ’ એ લક્ઝરી ક્રુઝ છે જેમાં 18 સ્યુટ અને અન્ય તમામ સંબંધિત સુવિધાઓ છે. પ્રથમ યાત્રામાં સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ યાત્રાના સમગ્ર સમયગાળા દરમિયાન તેમાં રહેશે. આ પ્રવાસ પ્રવાસીઓને એક ભારત અને બાંગ્લાદેશની કલા, સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાની તક પૂરી પાડશે.

ક્રૂઝનું ભાડું કેટલું હશે?

હાલ સરકાર દ્વારા ગંગા ક્રૂઝનું ભાડું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, જો કે સૂત્રોનું માનીએ તો યાત્રિક દીઠ દરરોજનું ભાડું 25 હજાર રૂપિયા છે. એટલે કે 50 દિવસની ટ્રિપમાં એક વ્યક્તિનું ભાડું 12.5 લાખ રૂપિયા જેટલું થાય છે. કેન્દ્રિય શિપિંગ, પોર્ટસ અને વૉટરવેઝ મંત્રાલય હેઠળ આવતી ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટને શરૂ કર્યો છે, જો કે ગંગા ક્રૂઝનું સંચાલન ખાનગી ઓપરેટર્સ દ્વારા કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 05-12-2024
Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા

 

 

‘ગંગા વિલાસ’નું ટાઇમ-ટેબલ

પહેલાથી જ જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, ‘ગંગા વિલાસ’ ક્રૂઝ વારાણસીથી તેની યાત્રા શરૂ કરશે. આ ક્રૂઝ તેના પ્રવાસના આઠમાં દિવસે બક્સર, રામનગર અને ગાઝીપુર થઈને પટના પહોંચશે. પટનાથી આ ક્રૂઝ કોલકાતા માટે રવાના થશે. આ ક્રૂઝ 20માં દિવસે ગંગા વિલાસ ફરક્કા અને મુર્શિદાબાદ થઈને પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે બાંગ્લાદેશની રાજધાની ઢાકા જવા માટે રવાના થશે અને બાંગ્લાદેશની સરહદમાં પ્રવેશ કરો. ત્યાર પછીના આગામી 15 દિવસ સુધી આ લક્ઝરી રિવર ક્રૂઝ બાંગ્લાદેશની જળસીમામાં રહેશે. અંતે આ રિવર ક્રૂઝ ગુવાહાટી થઈને ભારતમાં પ્રવેશ કરશે અને શિવસાગર થઈને ડિબ્રુગઢ પહોંચીને પ્રવાસ સમાપ્ત કરશે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી શુક્રવારે વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ‘ગંગા વિલાસ’ને આપશે લીલી ઝંડી, જાણો આ ક્રૂઝની ખાસિયત

 

બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે ક્રૂઝ

એમવી ગંગા વિલાસ વારાણસીથી તેની યાત્રા શરૂ કરશે અને 51 દિવસમાં લગભગ 3,200 કિલોમીટરનું અંતર કાપશે અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે. આ દરમિયાન ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાંથી પસાર થતી 27 નદી પ્રણાલીઓ દ્વારા તેના ગંતવ્ય સ્થાન પર પહોંચશે. પીએમ મોદીએ કહ્યું કે આ પહેલ દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને તેની વિવિધતાના સુંદર પાસાઓને શોધવાની અનોખી તક છે. પીએમઓએ જણાવ્યું હતું કે ક્રૂઝરમાં ત્રણ ડેક અને 18 સ્યુટ છે, જેમાં 36 પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા છે અને તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

 

 

મોટા શહેરો સહિત 50 પર્યટન સ્થળોની મુલાકાત લેશે

પીએમઓએ કહ્યું કે ક્રૂઝને દેશની શ્રેષ્ઠ વસ્તુઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ વિશ્વ ધરોહર સ્થળો, રાષ્ટ્રીય ઉદ્યાનો, નદીના ઘાટ અને બિહારના પટના, ઝારખંડના સાહિબગંજ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, બાંગ્લાદેશમાં ઢાકા અને આસામમાં ગુવાહાટી જેવા મોટા શહેરો સહિત 50 પર્યટન સ્થળોની મુલાકાત લેશે.

 

 

‘ગંગા વિલાસ’ ક્રૂઝમાં કેટલા મુસાફરો પ્રવાસ કરી શકશે?

સત્તાવાર વેબસાઇટ અનુસાર, ‘ગંગા વિલાસ’ ક્રૂઝમાં એક સાથે 80 મુસાફરો મુસાફરી કરી શકશે. ‘ગંગા વિલાસ’ એ લક્ઝરી ક્રુઝ છે જેમાં 18 સ્યુટ અને અન્ય તમામ સંબંધિત સુવિધાઓ છે. સ્યુટ્સનું આર્કિટેક્ચર શાહી શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ કોલકાતાની હુગલી નદીથી વારાણસીમાં ગંગા નદીના કિનારે સ્થિત વિવિધ મુખ્ય સ્થળોએ જશે.

 

Published On - 2:23 pm, Thu, 12 January 23

Next Article