પાકિસ્તાનમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, એ પુતિને ભારતમાં આ નાના કર્મચારીને આપ્યુ સન્માન- Video

વ્લાદિમીર પુતિને પોતાના સહજ અને સરળ વર્તનથી લોકોના દિલ જીતી લીધા, અને તેમણે ભારતની મુલાકાત દરમિયાન પણ તેમના આ સ્વભાવનો પરિચય આપ્યો. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા તો તેમણે આ કર્મચારી સાથે એવો સહજતાથી વ્યવહાર કર્યો કે ત્યાં ઉપસ્થિત સહુ કોઈ જોતા રહી ગયા.

પાકિસ્તાનમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, એ પુતિને ભારતમાં આ નાના કર્મચારીને આપ્યુ સન્માન- Video
| Updated on: Dec 06, 2025 | 8:36 PM

પદ, પ્રતિષ્ઠા, પાવર કે પૈસા થી કોઈ મોટા નથી બનતા, પરંતુ માણસ તેના વ્યવહારથી મોટો હોય છે.. ભારત મુલાકાત દરમિયાન પણ વ્લાદિમીર પુતિને આ સાબિત કરી દીધુકે તેમનુ સન્માન ફક્ત તેમના પદ કે પાવરને કારણે નથી કરવામાં આવતુ. પરંતુ તેઓ તેમના વ્યવહારથી પણ લોકોના દિલ જીતી લે છે. આવુ જ કંઈક પુતિને ત્યારે કર્યુ જ્યારે ઔપચારિક સન્માન માટે તેમને રાષ્ટ્રપતિ ભવન આમંત્રિત કરવામાં આવ્યા હતા.

જેવા પ્રેસિડેન્ટ પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, તો તેમના કારમાંથી બહાર આવતા જ રાષ્ટ્રપતિના અંગરક્ષકે સેલ્યુટ કર્યુ. આ સેલ્યુટનો જવાબ પુતિને પણ તેમનુ શિર નમાવીને અભિવાદનના રૂપમાં આપ્યો. ત્યારબાદ આગળ વધી તેમણે અંગરક્ષક સાથે હાથ પણ મિલાવ્યા. તેમના આ જેસ્ચરને જે કોઈએ પણ જોયુ તેઓ તેમની પ્રશંસા કર્યા વિના રહી ન શક્યા. પુતિન શુક્રવારે રાત્રે જ ભારતથી રશિયા જવા રવાના થયા હતા, પરંતુ તેમના આ વર્તનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને વિશ્વભરના વૈશ્વિક નેતાઓને તેમની પાસેથી શીખવાની સલાહ આપી રહ્યા છે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિનું સ્વાગત

જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલેથી જ આવી ગયા હતા. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંનેએ તેમનું સ્વાગત કર્યું. સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ પહેલી વાર નથી જ્યારે પુતિને દુનિયા સમક્ષ પોતાનો સહજ અને સરળ સ્વભાવ દર્શાવ્યો હોય. રશિયામાં, તેઓ ઘણી વખત તેમના અંગરક્ષકો સાથે હાથ મિલાવતા અને વાતો કરતા જોવા મળ્યા છે. જોકે, ભારતમાં તેમના હાવભાવને ખાસ માનવામાં આવી રહ્યો છે.

પુતિન કોઈને પણ નાના-મોટાનો અહેસાસ નથી કરાવતા

લોકો સોશિયલ મીડિયા પર પુતિનના તેમના અંગરક્ષક સાથે હાથ મિલાવવાના વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ કોઈને પણ શ્રેષ્ઠ કે નીચું બતાવતા નથી, પરંતુ દરેક સાથે સમાન આદરથી વર્તે છે. રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ત્રણેય સશસ્ત્ર દળો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

પાકિસ્તાનને સ્હેજ પણ ભાવ નથી આપતા પુતિન

પુતિન હંમેશા તેમની છબી પ્રત્યે સભાન રહ્યા છે. એટલા માટે પાકિસ્તાન લાંબા સમયથી પુતિનને પોતાના દેશમાં આમંત્રણ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ પુતિન, પોતાની છબીને ધ્યાનમાં રાખીને, આતંકવાદી દેશની મુલાકાત લેવાનું ટાળી રહ્યા છે. તાજેતરમાં, એક પાકિસ્તાની સંરક્ષણ નિષ્ણાતે પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીને પૂછ્યું કે પુતિન ભારતની મુલાકાત કેમ લે છે પણ પાકિસ્તાનની કેમ નહીં. આરઝૂ કાઝમીએ જવાબ આપ્યો, “पुतिन को पाकिस्तान क्यों आना चाहिए, क्या उन्हें अपनी जेब कटवानी है।”

રશિયા સાથે દાયકાઓ જુની દોસ્તી- UNSC માં વીટોથી લઈને ઓઈલ ડીલ સુધી ભારત માટે રશિયા કેમ વિશેષ?- વાંચો