
જાન્યુઆરી 2014 માં જ્યારે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસથી મુંબઈ એરપોર્ટ પહોંચી ત્યારે આ કપલ વધુ ધ્યાન ખેંચ્યું.

ટીમના બાકીના સભ્યો સાથે હોટેલમાં જવાને બદલે, વિરાટ અનુષ્કાના એપાર્ટમેન્ટમાં ગયો.

ત્યારબાદ વિરાટે મેલબોર્નમાં સદી ફટકારી. અનુષ્કા પણ મેચ જોવા માટે ત્યાં હતી. સદી પૂર્ણ કર્યા પછી, વિરાટે સ્ટેડિયમમાં હાજર અનુષ્કાને ફ્લાઇંગ કિસ આપી. આનાથી ચાહકોમાં તેમની વધતી જતી નિકટતા અને ડેટિંગની અફવાઓ વિશે અટકળો શરૂ થઈ.

થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017 ના રોજ લગ્ન કર્યા.

હાલમાં આ દંપતી બે સંતાનો સાથે સુંદર પરિવારીક જીવન જીવે છે. 2021માં તેમની પુત્રી વામિકા અને 2024માં તેમના પુત્ર અકાયનો જન્મ થયો હતો