ભારતના આ વિસ્તારના લોકોને સાંજ પડે પૂરી દેવામાં આવે છે જેલમાં, જાણો શું છે કારણ

|

Jun 16, 2021 | 3:15 PM

દંડકારાણ્યના ઘનઘોર જંગલમાં આવેલા કાંકેરના ભાનુપ્રતાપપુરના ઘણા ગામમાં સેંકડો આદિવાસીઓ રહે છે. જેમને અંધારું થતાની સાથે અન્ડર-કન્સ્ટ્રક્શન જેલમાં બંધ થઇ જવું પડે છે.

ભારતના આ વિસ્તારના લોકોને સાંજ પડે પૂરી દેવામાં આવે છે જેલમાં, જાણો શું છે કારણ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

છત્તીસગઢના કાંકેર જિલ્લાના ભાનુપ્રતાપપુરથી એક અજીબ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે અહીંયાના ગ્રામીણ વિસ્તારના લોકોને સાંજ પડે જેલમાં બંધ કરવા પડી રહ્યા છે. જી હા દંડકારાણ્યના ઘનઘોર જંગલમાં આવેલા કાંકેરના ભાનુપ્રતાપપુરના ઘણા ગામમાં સેંકડો આદિવાસીઓ રહે છે. જેમને અંધારું થતાની સાથે અન્ડર-કન્સ્ટ્રક્શન જેલમાં બંધ થઇ જવું પડે છે.

વાત જાણે એમ છે કે સાંજ ઢળતા જ આ વિસ્તારમાં દિવસ દરમિયાન પહાડો પર 20 થી વધુ હાથીઓ સૂઈ જાય છે અને પછી રાત્રે ગામોમાં ભ્રમણ કરે છે અને પાયમાલી સર્જે છે. આ હાથીઓથી પોતાનો જીવ બચાવવા માટે અહીંયાના લોકોએ ત્યાં રહેલી જેલમાં પોતાની જાતને બંધ કરી દેવી પડે છે.

છેલ્લા એક મહિનામાં આ હાથીઓએ મહાસમુંદ અને જશપુરમાં 3 લોકોને કાચળીને મારી નાખ્યા. જેના ડરથી હવે સાંજ પડે સેંકડોની સંખ્યામાં ગ્રામીણો જેલમાં આવી જાય છે. અને કેદીઓની રીતે રાત વિતાવે છે. આ બાદ સવાર થતા જ પોતાના ઘરો તરફ પાછા ફરે છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ગ્રામીણ મહિલાનું કહેવું છે કે અમે આવું પહેલા ક્યારેય જોયું નથી, હાથીઓના ડરને કારણે અમારે 4 વાગ્યે ભોજન તૈયાર કરી દેવું પડે છે. અને બાળકો સાથે ગામમાંથી બહાર આવીને જેલમાં પુરાઈ જવું પડે છે. જેલમાં કેદીઓની જેમ રહીએ છીએ અને પછી વહેલી સવારથી જ પાછા ખેતરોમાં કામ કરવા જતા રહીએ છીએ.

ગામલોકોનું કહેવું છે કે હાથીઓ સાથેના સંઘર્ષ અંગે સરકાર કહે છે કે સરકાર ગ્રામજનોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. હાથીઓના ફરવાનો વિસ્તાર બની ગયો છે ગત વર્ષે પણ હાથી અહીં આવ્યા હતા અને અહીંથી પરત ફર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે, હાથીઓ રાયગઢ કોરબા થઈને અહીં બારનવાપરાના જંગલની નીચેથી પસાર થઈને ત્યાં સુધી પહોંચતા હતા. હવે કાંકરમાં છે અને ગયા વર્ષે પણ અહીં આવ્યા હતા. ત્યાંથી તેઓ પાછા ફર્યા હતા. છત્તીસગઢમાં હાથી અને માનવ સંઘર્ષની વાર્તા ઘણી જૂની છે. અહીં છેલ્લા 5 વર્ષમાં માનવ હાથીના કારણે 350 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે તેમાં 25 થી વધુ હાથી પણ માર્યા ગયા છે.

 

આ પણ વાંચો: 5G Trial: Airtel બાદ Jio એ મુંબઈમાં શરૂ કર્યું 5G ટ્રાયલ, મળી આશ્ચર્યજનક સ્પીડ

આ પણ વાંચો: ટૂંક સમયમાં ફરી શરુ થશે કપિલ શર્મા શો! કૃષ્ણ અભિષેકે આ પોસ્ટ શેર કરીને આપી મોટી હિન્ટ

Next Article