વિજ્યાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 95 વર્ષની વિજયગાથા, 5 સ્વયંસેવકથી શરૂ કરેલું સંગઠન આજે લાખો સ્વયંસેવકનો પરિવાર

|

Oct 24, 2020 | 5:15 PM

ઉદયક્રિષ્ન ત્રિવેદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જેની સ્થાપના 95 વર્ષ પહેલા એટલે કે, 27 સપ્ટેમ્બર 1925ના વિજ્યાદશમીના રોજ નાગપુરમાં કરવામાં આવી હતી. ડૉ હેડગેવારે 5 સ્વયંસેવકથી શરૂ કરેલું સંગઠન આજે લાખો સ્વયંસેવકનો પરિવાર બની ગયો છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર […]

વિજ્યાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 95 વર્ષની વિજયગાથા, 5 સ્વયંસેવકથી શરૂ કરેલું સંગઠન આજે લાખો સ્વયંસેવકનો પરિવાર

Follow us on

ઉદયક્રિષ્ન ત્રિવેદી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જેની સ્થાપના 95 વર્ષ પહેલા એટલે કે, 27 સપ્ટેમ્બર 1925ના વિજ્યાદશમીના રોજ નાગપુરમાં કરવામાં આવી હતી. ડૉ હેડગેવારે 5 સ્વયંસેવકથી શરૂ કરેલું સંગઠન આજે લાખો સ્વયંસેવકનો પરિવાર બની ગયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દશેરાનો દિવસ અસત્ય પર સત્યના જીત તરીકે, અધર્મ પર ધર્મના વિજયી તરીકે, મનાવવામાં આવે છે.. અને એટલે જ હેડગેવારે આ દિવસ નક્કી કર્યો હશે. કારણ કે, જે પરિસ્થિતિમાં સંઘની સ્થાપના થઈ ત્યારે દેશમાં અનેક ભગીરથ કાર્ય એવા હતા કે, જેને પૂર્ણ કરવા માટે સંકલ્પ શક્તિની જરૂરી હતી અને આ સંકલ્પ શક્તિ સંઘે વિકસાવી.

સંસ્કાર, સમર્પણ અને સરળતાની શાહીથી રાષ્ટ્ર પ્રેમની પરિભાષા લખનાર સંઘ આજે વિશ્વનું સૌથી મોટું સંગઠન બની ગયું છે. ડૉ હેડગેવાર બાદ માધવ સદાશિવરાવ ગોલવલકરે સંઘની ધુરા સંભાળી. ગોલવલકરના કાર્યકાળમાં જ સંઘનો વિસ્તાર સૌથી વધુ થયો. હાલ મોહન ભાગવત RSSના સરસંઘચાલક છે.

સંઘની 95 વર્ષ લાંબી સંઘર્ષમય સફર ! 

ડૉ હેડગેવારે સંઘની સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધીની 95 વર્ષની સફર સંઘર્ષમય રહી છે. 1947માં ભારતના ભાગલા પડ્યા. સંઘ કોઈપણ ભોગે ભારતના ભાગલા પડવા દેવા માંગતું નહોંતું. પરંતુ ઈતિહાસને 15 ઓગસ્ટ 1947ની તારીખ મંજૂર હતી. ભાગલાથી નારાજ નથૂરામ ગોટ્સેએ મહાત્મા ગાધીને ગોળીઓ મારી હત્યા કરી નાંખી. શરૂઆતની તપાસમાં ગાંધી હત્યાકાંડમાં મરાઠી યુવકનું નામ આવ્યું અને તેના તાર RSS સાથે જોડાયા અને નહેરૂએ RSS વિરૂદ્ધ આરોપ લગાવાના શરૂ કર્યા હતા. ઈતિહાસ સાક્ષી છે કે, નાગપુર સહિત દેશના RSSના કાર્યલય પર ઉગ્ર પ્રદર્શન શરૂ થયા, આરએસએસ સરસંઘચાલાક ગોલવલકર સહિત મોટી સંખ્યામાં આરએસએસ કાર્યકર્તા, પ્રચારકોની ધરપકડ થવા લાગી, બધાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સંઘ પર અસ્તિત્વનું સંકટ આવ્યું હતું… એવી સ્થિતિમાં ગોલવલકરે એક મહત્વનો નિર્ણય કર્યો અને જાહેર કર્યું કે, આરએસએસ ગેર રાજનીતિક સંગઠન રહેશે અને કૉંગ્રેસની રાજનીતિ વિરૂદ્ધ હિંદુવાદી રાજનીતિક વિકલ્પ ઉભો કરવામાં આવશે. ગોલવલકરની આ વાતથી સંઘમાં નવો સંચાર ફૂંકાયો.

ડો શ્યામા પ્રસાદ મુખર્જી અને ગુરજી ગોલવલકરની મુલાકાત થઈ અને રાજનીતિ ક્ષેત્રે અખિલ ભારતીય જનસંઘનો પાયો નાંખવામાં આવ્યો. એક તરફ મુખર્જી જેવો મોટો ચેહરો મળતા આરએસએસના સ્વયંસેવકોની સેના મુખર્જી પાછળ ઉભી કરી દેવામાં આવી અને જનસંઘનો સંગઠનિક ઢાંચો ઉભો કરવા પડદા પાછળ આરએસએસ ભાગ ભજવવા લાગ્યું. જનસંઘની કમાન આરએસએસના પ્રચારકોએ પહેલા દિવસથી સંભાળી લીધી હતી. જનસંઘની સ્થાપનાના 2 વર્ષ બાદ એટલે કે, 23 જૂન 1953ના રોજ શ્રીનગરમાં ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની રહસ્યમય મોત થઈ ગઈ. પરંતુ RSSએ સ્થિતિ સંભાળી લીધીને પક્ષ પોતાનું કામ કરતું રહ્યું.

સેવાના મોર્ચા પર સંઘ 

જ્યારે જ્યારે દેશ પર કોઈ આપદા આવી છે, ત્યારે ત્યારે સંઘના સ્વયંસેવકો દેવદૂત બની સમાજની વ્હારે આવે છે. સંઘે 1947ના વિભાજન વખતે 3 હજાર શિબિર બનાવી હતી. 1962માં ચીન સાથે ના યુદ્ધ વખતે સ્વયંસેવક સીમા સુધી પહોંચ્યા હતા. સૈનિકો માટે રસ્તાઓ બનાવ્યા જમવાની વ્યવસ્થા કરી હતી. 1965ના પાકિસ્તાન યુદ્ધ વખતે કાનૂન વ્યવસ્થા સંભાળી હતી, રક્તદાન શિબિર કરી સ્વયંસેવકે રક્તદાન કર્યું હતું.

1971માં ઓડિશામાં આવેલા તૂફાન સમયે પીડિતોની સેવા કરી હતી. 1977માં આંધ્રપ્રદેશમાં તોફાન આવ્યું તો સંઘે મોર્ચો સંભાળ્યો, 1984માં ભોપલ ગેસકાંડ સમયે સ્વયંસેવક મેદાને ઉતર્યા હતા 2001 ગુજરાત ભૂકંપ વખતે નિ:સ્વાર્થ સેવા કરી
2004માં તામિલનાડુમાં સુનામી આવી ત્યારે અને જમ્મુ-કાશ્મીરમાં પૂર આવ્યું ત્યારે લોકોની મદદ કરી હતી. આમ જ્યારે પણ સમાજ પર સંકટ આવ્યું છે ત્યારે સંઘ લોકોની મદદે આવ્યું છે.

દેશભરમાં લગભગ 39 હજાર સ્થાનો પર દરરોજની 63 હજાર શાખા ચાલે છે. આ ઉપરાંત 28ર હજાર સ્થાનો પર સાપ્તાહિક મિલન અને માસિક મંડળી ચાલે છે. એટલે કે, આશરે 70 હજાર ગામમાં સંઘ સક્રીય છે. ત્યારે સંઘની સફર કે, જે વિજ્યાદશમીના રોજ શરૂ થઈ હતી તે સંઘ શક્તિ હજૂ પણ અવિરત સંકલ્પોને સીધ કરવામાં લાગી છે..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article