Vice President Poll 2022: આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે, ધનખડનો દમ જોવા મળશે કે માર્ગારેટ આલ્વાનો જાદુ

|

Aug 06, 2022 | 7:20 AM

પશ્ચિમ બંગાળ(West Bengal)ના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ ન સાધવાના પ્રયાસોને ટાંકીને મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની જાહેરાત કરી હોવાથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી(Vice President poll 2022)ને લઈને વિપક્ષી પક્ષોમાં પણ મતભેદો સામે આવ્યા છે.

Vice President Poll 2022: આજે દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે, ધનખડનો દમ જોવા મળશે કે માર્ગારેટ આલ્વાનો જાદુ
Today the country will get a new Vice President

Follow us on

Vice President Poll 2022: દેશના નવા ઉપરાષ્ટ્રપતિની (vice president) ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. જેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ (jagdeep dhankhar)અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે મુકાબલો છે. આંકડાની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ધનખરની જીત નિશ્ચિત જણાય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિરોધ પક્ષોમાં પણ મતભેદો સામે આવ્યા છે.કારણ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ ન સાધવાના પ્રયાસોને ટાંકીને મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની જાહેરાત કરી છે.

એંસી વર્ષના આલ્વા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ રહી ચૂક્યા છે. ધનખડ 71 વર્ષના છે અને તે રાજસ્થાનના પ્રભાવશાળી જાટ સમુદાયના છે. તેમની પૃષ્ઠભૂમિ સમાજવાદી રહી છે. સંસદ ભવનમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ પછી ટૂંક સમયમાં મતોની ગણતરી કરવામાં આવશે અને મોડી સાંજ સુધીમાં રિટર્નિંગ ઓફિસર દ્વારા દેશના નવા ઉપરાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે.

એમ વેંકૈયા નાયડુનો ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થાય છે અને નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે. લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજમાં સામેલ કરવામાં આવે છે. નામાંકિત સભ્યો પણ આમાં મતદાન કરવા પાત્ર છે. સંસદની વર્તમાન સંખ્યા 788 છે, જેમાંથી માત્ર ભાજપ પાસે 394 સાંસદ છે. જીતવા માટે 390 થી વધુ વોટ જરૂરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ધનખડ જીતશે તો અદ્ભુત સંયોગ હશે

જો ધનખડ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે, તો તે એક સંયોગ હશે કે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ એક જ રાજ્યના હશે. હાલમાં ઓમ બિરલા લોકસભાના સ્પીકર છે અને તેઓ રાજસ્થાનના કોટા સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ પણ છે.

ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે?

જે રીતે લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે બંને ગૃહોના સાંસદો તેમાં ભાગ લે છે. અત્રે નોંધનીય બાબત એ છે કે વિધાનસભાના સભ્યો ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાગ લેતા નથી. તે જ સમયે, નામાંકિત સાંસદો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી, જ્યારે તમામ નામાંકિત સાંસદો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કુલ 788 વોટ પડી શકે છે.

Published On - 7:20 am, Sat, 6 August 22

Next Article