
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સ્વાસ્થયના કારણોસર આજે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા, જગદીપ ધનખર 2019 થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા. તેઓ 1990 થી 1991 સુધી ચંદ્રશેખર સરકારમાં સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી હતા. આ પહેલા, તેઓ 1989 થી 1991 સુધી લોકસભાના સભ્ય હતા. તેઓ 1993 થી 1998 સુધી રાજસ્થાન વિધાનસભાના સભ્ય હતા.
રાષ્ટ્રપતિને લખીને મોકલેલા પત્રમાં જગદીપ ધનખડે લખ્યું છે કે, “આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.”
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખી મોકલેલા પત્રમાં જગદીપ ધનખરે વધુમાં લખ્યું છે કે, દેશના રાષ્ટ્રપતિનો તેમના અતૂટ સમર્થન અને મારા કાર્યકાળ દરમિયાન અમારા વચ્ચે રહેલા સુખદ અને અદ્ભુત કાર્યકારી સંબંધો માટે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું વડા પ્રધાન અને મંત્રી પરિષદનો ઊંડો આભાર વ્યક્ત કરું છું. વડા પ્રધાનનો ટેકો અમૂલ્ય રહ્યો છે. હું મારા કાર્યકાળ દરમિયાન ઘણું શીખ્યો છું.
જગદીપ ધનખર 2022માં ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે અગાઉ 2019 થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમણે 1990 થી 1991 સુધી ચંદ્ર શેખરના મંત્રીમંડળમાં સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી અને 1989 થી 1991 સુધી લોકસભાના સભ્ય તરીકે રહ્યાં હતા. 1993 થી 1998 દરમિયાન, તેઓ રાજસ્થાન વિધાનસભાના સભ્ય હતા . તેઓ ભારતના અનેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) અને જનતા દળ (JD)નો સમાવેશ થાય છે.
ધનખરનો જન્મ 18 મે 1951 ના રોજ ભારતના રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના કિથાણા ગામ ખાતે ગોકલ ચંદ અને કેસરી દેવીને ત્યાં એક હિન્દુ રાજસ્થાની જાટ પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. ધનખરે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે કિથાણા સરકારી શાળા અને ઘરધણા સરકારી શાળામાંથી પૂર્ણ કર્યું. તેમણે રાજસ્થાન યુનિવર્સિટી , જયપુરમાંથી બી.એસસી અને એલએલબીની ડિગ્રી મેળવી હતી.
— Vice-President of India (@VPIndia) July 21, 2025
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:34 pm, Mon, 21 July 25