Gyanvapi Survey: જ્ઞાનવાપીમાં સર્વેનો ત્રીજો દિવસ, આજે ભોંયરામાં થશે તપાસ, ASIની ટીમ લેશે રડારની મદદ

|

Aug 06, 2023 | 12:44 PM

હિંદુ પક્ષના સોહન લાલે દાવો કર્યો છે કે, જો ભોંયરું ખોલવામાં આવે તો ઘણા મોટા પુરાવાઓ મળી શકે છે. રેખા પાઠકે કહ્યું હતું કે, પશ્ચિમી દિવાલ પર અડધા માનવ અને અડધા પ્રાણીની આકૃતિ મળી આવી છે.

Gyanvapi Survey: જ્ઞાનવાપીમાં સર્વેનો ત્રીજો દિવસ, આજે ભોંયરામાં થશે તપાસ, ASIની ટીમ લેશે રડારની મદદ
Gyanvapi Survey

Follow us on

વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વેનો (Gyanvapi Survey) આજે ત્રીજો દિવસ છે. સર્વેક્ષણ ટીમ આજે સંકુલની પશ્ચિમી દિવાલ અને વ્યાસજીના ભોંયરામાં 3D મેપિંગ કરી શકે છે. વ્યાસજીના ભોંયરામાં એક્ઝોસ્ટ ફેન અને લાઈટ લગાવવામાં આવી છે. હિંદુ પક્ષ તરફથી અરજી કરનાર રેખા પાઠકે જણાવ્યું કે, ભોંયરું આજે ખોલવામાં આવી શકે છે. તેની તપાસ કરવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે આજે ભોંયરા અને ગુંબજનું સર્વેક્ષણ થઈ શકે છે.

મસ્જિદની અંદર શું મળ્યું તેની જાણ નથી

જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની અરજી કરનાર રેખા પાઠકે જણાવ્યું કે, મસ્જિદની અંદર ફક્ત તેમના વકીલને જ પ્રવેશ આપવામાં આવે છે. મહિલાઓને અંદર જવાની પરવાનગી નથી. સર્વે માટે મેપિંગ અને વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મસ્જિદની અંદર શું મળ્યું તેની તેમને જાણ નથી. આજે સર્વે ટીમ સાથે બંને પક્ષના વકીલોને જ અંદર જવા દેવામાં આવ્યા છે. ASI ટીમની સાથે મુસ્લિમ પક્ષના વકીલ પણ રહેશે.

અડધા માનવ અને અડધા પ્રાણીની આકૃતિ મળી

હિંદુ પક્ષના સોહન લાલે દાવો કર્યો છે કે, જો ભોંયરું ખોલવામાં આવે તો ઘણા મોટા પુરાવાઓ મળી શકે છે. રેખા પાઠકે કહ્યું હતું કે, પશ્ચિમી દિવાલ પર અડધા માનવ અને અડધા પ્રાણીની આકૃતિ મળી આવી છે. સર્વે કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, પશ્ચિમી દિવાલનો અભ્યાસ ખૂબ જ વિગતવાર કરવામાં આવ્યો હતો. ભોંયરામાં એક્ઝોસ્ટ ફેનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્ટ દ્વારા સર્વે ટીમને ખોદકામ કર્યા વિના અને માળખાને નુકસાન પહોંચાડ્યા વિના સર્વે પૂર્ણ કરવા જણાવ્યું છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : ‘દીવાલ પર મૂર્તિ મળી’ – હિન્દુ પક્ષનો દાવો, આજે ત્રીજા દિવસે જ્ઞાનવાપીમાં થશે સર્વે

સર્વે પૂર્ણ કરવા માટે એક મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો

જ્ઞાનવાપી મસ્જિદની સર્વે ટીમ રડારની મદદ લઈ શકે છે. આ પહેલા ડિફરન્શિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (DGPS) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. IIT કાનપુરની એક ટીમ સર્વે કાર્યમાં મદદ કરી રહી છે. સર્વે પર પ્રતિબંધ મુકવા માટે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ASIને સર્વે પૂર્ણ કરવા માટે એક મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ 4 સપ્ટેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ જિલ્લા કોર્ટને સોંપવાનો આદેશ હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article