વંદે માતરમ્: રાષ્ટ્રીય ચેતના જગાવનાર એ ગીત… જેનાથી થથરી ઉઠ્યા અંગ્રેજો અને બની ગયુ બ્રિટીશરોના વિરોધનું મજબૂત હથિયાર

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉલ્લેખ થાય અને ત્યારે સૌપ્રથમ આપણા મન મસ્તિષ્કમાં જે પ્રથમ પ્રેરણાદાયી શબ્દો ગુંજે છે, તે છે- “વંદે માતરમ્”. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 1870ના દાયકામાં લખેલું આ ગીત માત્ર કાવ્ય ન હતું, પરંતુ બ્રિટિશ શાસન સામે લડતા દરેક ભારતીય માટે એ સંઘર્ષનો નાદ બની ગયું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે આ એક ગીતથી બ્રિટીશ હકૂમત એટલી ડરતી કેમ હતી?

વંદે માતરમ્: રાષ્ટ્રીય ચેતના જગાવનાર એ ગીત... જેનાથી થથરી ઉઠ્યા અંગ્રેજો અને બની ગયુ બ્રિટીશરોના વિરોધનું મજબૂત હથિયાર
| Updated on: Dec 19, 2025 | 12:54 PM

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વંદે માતરમ્ ગીતે આઝાદીના લડવૈયાઓને એક નવી દિશા આપી હતી. ‘વંદે માતરમ્’ આ એક એવુ ગીત હતુ જેના ગાયન માત્રથી બ્રિટીશરોની નસો ફુલવા લાગતી હતી. અને તેઓ થર થર કાંપવા લાગતા હતા. એ સમયે આ માત્ર આ એક ગીતે જ બ્રિટીશ સામ્રાજ્યના સિંહાસનને હચમચાવી દીધુ હતુ. આ માત્ર ગીત નહોંતુ પરંતુ રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્રીય ચેતના જગાડનારી એક પ્રેરણા હતુ. ગુલામીના એ સમયગાળામાં ભારતને નીચુ અને પછાત બતાવી અંગ્રેજો જે પ્રકારે પોતાના શાસનને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ આ ગીતની પ્રથમ પંક્તિએ જ એ દુષ્પ્રચારને પુરી રીતે ધ્વસ્ત કરવાનું કામ કર્યુ. આથી વંદે માતરમ માત્ર આઝાદીનું ગીત ન હતુ, પરંતુ આઝાદ ભારત કેવુ હશે, વંદે માતરમે એ સુઝલામ, સુફલામનું સ્વપ્ન કરોડો દેશવાસીઓની સામે પ્રસ્તુત કર્યુ હતું. વર્ષ 1875માં બંકિમ ચંદ્ર ચેટરજીએ જ્યારે બંગદર્શનમાં ‘વંદે માતરમ્ પ્રકાશિત કર્યુ તો કેટલાક લોકોને એવુ લાગતુ હતુ કે આ માત્ર એક ગીત છે. પરંતુ જોત જોતમાં તો આ ‘વંદે માતરમ’ ભારતના સ્વતંત્રતા...

Published On - 7:59 pm, Mon, 8 December 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો