કેરળનો કમાલ: મળેલી વેક્સિન કરતા 87 હજાર વધુ લોકોને આપી વેક્સિન, PM મોદીએ કરી પ્રશંસા

|

May 13, 2021 | 1:34 PM

કેરળમાં 73,38,806 રસીના ડોઝ મળ્યા, તેમાંથી તેણે લોકોને 74,26,164 ડોઝ આપ્યા. આનો અર્થ એ કે કેરળએ 87,358 વધારાના લોકોને રસી આપી હતી અને રસી વ્યર્થ થવા દીધી ન હતી.

કેરળનો કમાલ: મળેલી વેક્સિન કરતા 87 હજાર વધુ લોકોને આપી વેક્સિન, PM  મોદીએ કરી પ્રશંસા
File Image

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીને 10% વ્યર્થ સુધીની મુક્તિ આપી છે, જ્યારે તમિળનાડુ જેવા રાજ્યોમાં તેનો વેડફાટ દર 8.83% છે અને લક્ષદ્વીપમાં તે રેકોર્ડ 9.76% છે. પરંતુ આ બાબતે કેરળએ રસપ્રદ રીતે જુદા જુદા આંકડા રજૂ કર્યા છે.

કેરળમાં 73,38,806 રસી ડોઝ મળ્યા, તેમાંથી તેણે લોકોને 74,26,164 ડોઝ આપ્યા. આનો અર્થ એ કે કેરળએ 87,358 વધારાના લોકોને રસી આપી હતી અને રસી વ્યર્થ થવા દીધી ન હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ બાબતનો ઉલ્લેખ ટ્વીટમાં રાજ્યના મુખ્ય પ્રધાન પી. વિજયને પણ કર્યો છે. અને પ્રધાનમંત્રીએ પણ તેને રિટ્વીટ પણ કર્યું.

વિજયનએ ટ્વીટમાં લખ્યું છે કે “કેરળને ભારત સરકાર તરફથી 73,38,806 રસીનાં ડોઝ મળ્યા છે. અમે 74,26,164 ડોઝ લોકોને આપ્યા છે. અમે દરેક શીશીમાંથી વ્યર્થ જવા વાળી રસીનો ઉપયોગ કરીને એક્સ્ટ્રા ડોઝ બનાવ્યો. અમારા આરોગ્ય કર્મચારીઓ, ખાસ કરીને નર્સો અત્યંત છે કુશળ છે અને પૂરા દિલથી વખાણવા લાયક.”

પીએમ મોદીએ તેના જવાબમાં રિટ્વીટ કર્યું, “અમારા આરોગ્ય કર્મચારીઓ, નર્સો જોઈને આનંદ થાય છે કે તેઓ રસીને બગાડવામાંથી બચાવવા માટે એક દાખલો બેસાડી રહ્યા છે. કોવિડ -19 સામે મજબૂત લડત માટે રસીના નુકસાનમાં ઘટાડો કરવો અત્યંત જરૂરી છે.”

કેરળએ આ રેકોર્ડ કેવી રીતે બનાવ્યો?

એવું નથી કે કેરલાએ દરેક વ્યક્તિને અપાયેલી રસીના ઇન્જેક્શનની માત્રામાં ઘટાડો કર્યો છે, પરંતુ તેણે કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી રસીના ડોઝનો ઉપયોગ કરવા માટે એક સક્ષમ સિસ્ટમ અપનાવી છે.

પાંચ મિલીની દરેક શીશીમાં વેક્સિનના 10 ડોઝ હોય છે. આનો અર્થ એ કે તે શીશીમાંથી 10 લોકોને રસી આપી શકાય છે.

આ દરમિયાન, કંપનીઓ દરેક શીશીમાં વધારાની રસી પણ ભરી રહી છે જેથી ડોઝ ઓછો ના આવે. ઉદાહરણ તરીકે, તેમાં 0.55 એમએલ અથવા 0.6 એમએલ વધારાની રસી હોય છે.

રાજ્ય સરકારને સલાહ આપતા કોવિડ નિષ્ણાતો સમિતિના સભ્ય ડો. અનીશ ટી.એસ.એ એક અહેવાલમાં કહ્યું કે “અમારી પ્રશિક્ષિત નર્સો રસીનું એક ટીપું પણ બગાડ્યા વિના 10 ની જગ્યાએ કદાચ 11 કે 12 લોકોને રસી આપી શકે છે.”

તિરુવનંતપુરમ સરકારી મેડિકલ કોલેજમાં કમ્યુનિટી મેડિસિનના સહયોગી પ્રોફેસર ડો. અનિશ કહે છે કે દરેક શીશીને અસરકારક રીતે વાપરવાનાં ‘ઘણાં કારણો’ છે.

તે જણાવે છે, “બીજું એક અગત્યનું કારણ એ છે કે જ્યારે વેક્સિનની શીશી ખુલે છે, ત્યારે તેને ચાર કલાકમાં 10 થી 12 લોકોને આપવી પડે છે. જો શીશી ચાર કલાક રહે છે, તો તે બિનઅસરકારક અને નકામી બને છે. તેથી જ્યારે આરોગ્ય કેન્દ્રમાં ઓછા લોકો હોય ત્યારે 10 થી વધુ લોકો આવે ત્યાં સુધી રાહ જોવામાં આવે છે.”

આ સાથે વ્યવસ્થિત રીતે હોસ્પિટલોમાં પણ રસી વિતરણ કરવામાં આવી રહી છે, કોઈ પણ હોસ્પિટલમાં 200 થી વધુ શીશીઓ આપવામાં આવી રહી નથી.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ કહે છે કે લોકોને ખાસ સમય કહેવામાં આવે છે જેથી રસી નકામી ન જાય. જો લોકોની યોગ્ય સંખ્યા રસીકરણ માટે ન પહોંચે તો ત્યાં હાજર બાકીના લોકોને બીજા દિવસે આવવાનું કહેવામાં આવે છે.

Next Article