ઉત્તરપ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સનાં કર્મચારીઓને મોબાઈલ પરથી 52 ચાઈનીઝ એપ્લિકેશન હટાવવાનાં આદેશ, ડેટા ચોરી થવાનો ભય

|

Jun 19, 2020 | 7:44 AM

લદ્દાખની ઘટના બાદ દેશભરમાં ચાઈનીઝ પ્રોડક્ટ સામે વિરોધનું બ્યૂગલ ફુંકાયું છે તેવામાં રાજ્ય સરકાર પણ હવે ચાઈનીઝ પ્રોડક્ટ મુદ્દે અસરમાં આવતી જોવા મળી છે. મળતી માહિતિ પ્રમાણે ઉત્તરપ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા એક ગુપ્ત પત્ર થી પોતાના તમામ કર્મચારીને ચાઈનીઝ એપ્લીકશન હટાવી દેવા માટેનાં આદેશ આપ્યા છે. એસ.ટી.એફની અંદર પત્ર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો […]

ઉત્તરપ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સનાં કર્મચારીઓને મોબાઈલ પરથી 52 ચાઈનીઝ એપ્લિકેશન હટાવવાનાં આદેશ, ડેટા ચોરી થવાનો ભય
http://tv9gujarati.in/uttarpradesh-ni-…n-hatavva-aadesh/

Follow us on

લદ્દાખની ઘટના બાદ દેશભરમાં ચાઈનીઝ પ્રોડક્ટ સામે વિરોધનું બ્યૂગલ ફુંકાયું છે તેવામાં રાજ્ય સરકાર પણ હવે ચાઈનીઝ પ્રોડક્ટ મુદ્દે અસરમાં આવતી જોવા મળી છે. મળતી માહિતિ પ્રમાણે ઉત્તરપ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા એક ગુપ્ત પત્ર થી પોતાના તમામ કર્મચારીને ચાઈનીઝ એપ્લીકશન હટાવી દેવા માટેનાં આદેશ આપ્યા છે. એસ.ટી.એફની અંદર પત્ર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. પત્રમાં તમામ 52 ચાઈનીઝ એપ્લીકેશનને જલ્દીથી જલ્દીથી હટાવી દે કેમ કે તેનાથી ડેટા ચોરી થવાની પુરી સંભાવના છે. એસ.ટી.એફનાં આઈ.જી. અમિતાભ યશે કરેલા આદેશ અંગે જાણવા મળ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન્સનાં આધારે આ આદેશ કરવામાં આવ્યો છે.

જણાવવું રહ્યું કે ભારતીય ગુપ્તચર વિભાગે 52 ચાઈનીઝ એપ્લીકેશનનું લિસ્ટ સરકારને સોંપ્યું છે અને તેમને બ્લોક કરી દેવા માટે માગ કરી છે. આ લિસ્ટ એપ્રિલમાં તૈયાર કરવામાં આવ્યું હતું કે જેમાં ટીકટોક, ઝૂમ, યુ.સી બ્રાઉઝર,ક્લીન માસ્ટર, જેન્ડર અને શેયર ચેટ જેવી પોપ્યુલર એપ્લીકેશન પણ સામેલ છે. જો કે અત્યાર સુધીમાં સરકાર તરફથી આવી એપ્લીકેશન બ્લોક કરવા કે બંધ કરવા માટે કોઈ અધિકૃત આદેશ કરવામાં નથી આવ્યો. કેમ કે આ એપ્લીકેશન ભારતમાં કરોડો લોકો ઉપયોગમાં લઈ રહ્યા છે અને વારેવારે ભારતીય યુઝર્સનો ડેટા ચીનનાં સર્વર પર મોકલવાનાં આક્ષેપ થતા રહ્યા છે. આ લીસ્ટમાં પાંચ વિડિયો શેરીંગ એપ્લેકીશન પણ છે. રસપ્રદ વાત એ છે કે મોટાભાગની ચીની સ્માર્ટ કંપની કોઈક ને કોઈક આવી એપ્લીકેશન આપતી જ રહે છે. ટીકટોક, વિગો વિડિયો, બીગો લાઈવ, વેબો, વી ચૈટ, હેલો સિવાય ઘણી બધી કોમર્શીયલ એપ્લીકેશનનો પણ સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Next Article