Uttarakhand : ચારધામ યાત્રાને લઈ મોટા સમાચાર, ઉત્તરાખંડ સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને યાત્રા મોકુફ કરી

|

Jun 29, 2021 | 6:11 PM

ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે, રાજ્ય સરકારે  એક જુલાઇથી  રાજ્યના ત્રણ જિલ્લામાં શરૂ થનારી ચારધામયાત્રાને આગામી આદેશ સુધી મોકુફ રાખી

Uttarakhand : ચારધામ યાત્રાને લઈ મોટા સમાચાર, ઉત્તરાખંડ સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને યાત્રા મોકુફ કરી
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Uttarakhand : ઉત્તરાખંડ સરકારે  ચારધામ યાત્રાને લઈ એક એસઓપી જાહેર કરી છે. સરકારે આગામી એક જુલાઈથી  આગામી આદેશ સુધી યાત્રા સ્થગિત કરવાનો આદેશ કર્યો છે.

મહત્વપૂર્ણ છે કે, ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે, રાજ્ય સરકારે  એક જુલાઇથી  રાજ્યના ત્રણ જિલ્લામાં શરૂ થનારી ચારધામયાત્રાને આગામી આદેશ સુધી મોકુફ રાખી છે.

ઉતરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી SOPમાં સરકારે હાઈકોર્ટના પ્રતિબંધ બાદ ચાર ધામ યાત્રા રદ કરી છે.  ઉલ્લેખનીય છે કે,  બીજા તબક્કાની યાત્રા 11 જુલાઈથી શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

સરકારે પ્રથમ તબક્કામાં  બદ્રીનાથ યાત્રા ચમોલી જિલ્લાના લોકો માટે, કેદારનાથની રુદ્રપ્રયાગ જિલ્લાના લોકો માટે ગંગોત્રી અને યમુનોત્રી ઉત્તરકાશી જિલ્લાના લોકો માટે શરત મુજબ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  યાત્રિકોને કોવિડ-19નો રિપોર્ટ જરુરી રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, પર્યટન અને ધર્મસ્વ વિભાગ અલગથી એસઓપી જાહેર કરશે.

સોમવારના રોજ હાઈકોર્ટે સરકારના તમામ દલીલોને નકારી એક જુલાઈથી ચાર ધામ યાત્રા શરુ કરવાના કેબિનેટના નિર્ણય પર સ્ટે મુક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે,સરકારના અધિકારી ખોટી અને અધુરી જાણકારી આપી અમારા ધૈર્યની પરીક્ષા ન લે, કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 7 જુલાઈના રોજ થશે.

Next Article