UTTARAKHAND: ઋષિગંગા નદીમાં અચાનક વધ્યું જળસ્તર, ચમોલીમાં રાહત અને બચાવ કાર્ય બંધ કરવું પડ્યું

|

Feb 11, 2021 | 4:25 PM

ગત રવિવારે ગ્લેશિયર તૂટવાના કારણે ચમોલી જિલ્લાની ઋષિગંગા નદીમાં આવેલા ભારે પૂરના કારણે મોટી હોનારત સર્જાઈ હતી.

UTTARAKHAND: ઋષિગંગા નદીમાં અચાનક વધ્યું જળસ્તર, ચમોલીમાં રાહત અને બચાવ કાર્ય બંધ કરવું પડ્યું

Follow us on

ગત રવિવારે ગ્લેશિયર તૂટવાના કારણે ચમોલી જિલ્લાની ઋષિગંગા નદીમાં આવેલા ભારે પૂરના કારણે મોટી હોનારત સર્જાઈ હતી. પુર દરમિયાન પાણીમાં ડૂબવાથી બચવા તપોવન ડેમ પાસેના શ્રમિકો એક ટનલમાં ઘૂસ્યા હતા પણ નદીનું પાણી અને કાદવ ટનલમાં ભરાઈ જતાં આ લોકો ટનલમાં જ ફસાઈ ગયા હતા. ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ હતું, ત્યાં જ બીજી એક સમસ્યા સામે આવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

ઋષિગંગા નદીમાં અચાનક વધ્યું જળસ્તર

ગુરુવારે ચમોલીમાં ઋષિગંગા નદીમાં અચાનક જળસ્તર વધી જતાં ફરી એક વખત અફરા તફરી મચી ગઈ હતી. અચાનક જળસ્તર વધવાને કારણે ટનલમાં રાહત અને બચાવ કાર્ય બંધ કરવું પડ્યું હતું. શ્રમિકોની શોધખોળમાં રોકાયેલ ટીમને રાહત અને બચાવ કાર્ય બંધ કરી તપોવન ટનલમાંથી તાબડતોબ બહાર નીકળી જવું પડ્યું હતું. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે ઋષિગંગા નદીમાં જળસ્તર વધતાં ચમોલી જિલ્લામાં બચાવ કાર્યને થોડા સમય માટે અટકાવવામાં આવ્યું છે.

 

7 ફેબ્રુઆરીએ થઈ હતી હોનારત

7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટવાને કારણે ઋષિ ગંગા અને ધૌલી નદીમાં ભયાનક પુર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ નાશ પામ્યો છે. ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો હજી પણ ગુમ છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: કપૂર પરિવાર પર દુ:ખનો ઓછાયો, ARMAAN JAINના ઘરે પડી રેડ

Next Article