ઋષિકેશ (Rishikesh) વિસ્તારમાં અવિરત વરસાદને કારણે નદીઓમાં પૂર આવી રહ્યું છે. રાણીપોખરી પરનો પુલ ગુરુવારે સવારે લગભગ 10.30 વાગ્યે તૂટી પડ્યો હતો. તે સમયે પુલ પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા. પુલ તૂટી પડવાને કારણે અનેક વાહનો તણાય જવાની આશંકા છે, તો કેટલાક વાહનો ફસાઈ ગયા છે અને કેટલાક પલટી ગયા છે. પુલ તૂટી પડતા દહેરાદુન અને ઋષિકેશનો સંપર્ક તૂટી ગયો છે. હવે જો કોઈ ઋષિકેશથી દહેરાદૂન આવવા માંગે છે, તો તેમને નેપાળી ફાર્મ થઈને જવું પડશે.
રાણીપોખરી એસએચઓ જિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી નદીમાં મોટી માત્રામાં પાણી આવી રહ્યું છે. પુલની બંને બાજુ પાણી ફરી વળ્યું હતું. પેટ્રોલ પંપની દિશામાં માટીનું ધોવાણ પણ થયું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો. સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
પુલની વચ્ચે અટવાયેલા વાહનોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. આ પુલ તૂટી જવાને કારણે, ગઢવાલ વિભાગની રાજધાની અને એરપોર્ટ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જે પણ વાહન દહેરાદૂન જઈ રહ્યું છે, તે હવે નેપાળી ફાર્મ વાયા ભાનિયા મારફતે મોકલવામાં આવી રહ્યું છે.
ઋષિકેશથી દહેરાદૂન દોઇવાલા રાણીપોખરી વગેરે તરફ આવતો ટ્રાફિક ઋષિકેશથી નટરાજથી નેપાળી ફાર્મ મારફતે દેહરાદૂન મોકલવામાં આવી રહ્યો છે, જ્યારે દેહરાદૂનથી રાણીપોખરી ઋષિકેશ તરફ જતો ટ્રાફિક ભણીયાવાલા હરિદ્વાર બાયપાસ નેપાળી ફાર્મ દ્વારા ઋષિકેશ મોકલવામાં આવી રહ્યો છે.
રાણીપોખારી પોલીસ સ્ટેશનના પ્રદીપ ચૌહાણે જણાવ્યું કે પુલની બંને બાજુ ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ ડોઇવાલા લક્ષ્મી રાજ ચૌહાણે જણાવ્યું હતું કે ભોગપુર રોડ પર પણ પાણીના પ્રવાહને જોતા ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. દેહરાદૂનમાં ભારે વરસાદને કારણે સહસ્રધારામાં નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે માટીના ધોવાણને કારણે રસ્તાનો એક ભાગ ધોવાઇ ગયો હતો. ખૈરી માન સિંહમાં વરસાદને કારણે રસ્તાને ઘણું નુકસાન થયું છે.
આ પણ વાંચો : Farming Technology: જમીન ના હોય તો પણ ગામમાં કરી શકો છો વ્યવસાય, સરકાર 2.5 લાખ રૂપિયાની કરશે મદદ
આ પણ વાંચો :Guava Farming: જામફળની ખેતીથી ખેડૂતોને થશે ફાયદો, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક