UTTARAKHAND: પુરના કારણે બનેલા તળાવથી રાહત અને બચાવકાર્યમાં અડચણો

|

Feb 12, 2021 | 6:44 PM

UTTARAKHAND: ગુરુવારે ચમોલીમાં ઋષિગંગા નદીમાં અચાનક જળસ્તર વધી જતાં ફરી એક વખત અફરા તફરી મચી ગઈ હતી. અચાનક જળસ્તર વધવાને કારણે તપોવન ટનલમાં રાહત અને બચાવ કાર્ય બંધ કરવું પડ્યું હતું.

UTTARAKHAND: પુરના કારણે બનેલા તળાવથી રાહત અને બચાવકાર્યમાં અડચણો

Follow us on

UTTARAKHAND: ગુરુવારે ચમોલીમાં ઋષિગંગા નદીમાં અચાનક જળસ્તર વધી જતાં ફરી એક વખત અફરા તફરી મચી ગઈ હતી. અચાનક જળસ્તર વધવાને કારણે તપોવન ટનલમાં રાહત અને બચાવ કાર્ય બંધ કરવું પડ્યું હતું. જ્યારે શુક્રવારે રાહત અને બચાવ કાર્યમાં વધુ એક મુસીબત સામે આવી છે. હિમાલયના ઉપરના ભાગમાં બનેલું એક તળાવ રાહત અને બચાવકાર્યમાં અડચણરૂપ બન્યું છે.

 

સૌંડ નદીના ઉદગમ સ્થાન પાસે બન્યું તળાવ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

હિમાલયના ઉપરના વિસ્તારમાં તળાવનું પાણી તળાવ ઉભરાવાને કારણે બહાર નીકળ્યું છે, જેના કારણે ધૌલી ગંગા નદીનું જળસ્તર સ્તર વધ્યું છે. સ્થનિક પ્રશાસન માટે તળાવનું પાણી ચિંતાનું કેન્દ્ર બન્યું છે. આ અંગે ગઢવાલ યુનિવર્સિટીના પ્રો. હેમવતી નંદન બહુગુણા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક વાય.પી.સુંદરીયલે જણાવ્યું હતું કે આ તળાવ સૌંડ નદીના મૂળથી ઉદગમ સ્થાન પાસે બન્યું છે અને સૌંડ નદી આગળ જઈને ઋષિ ગંગા નદીમાં ભળે છે. આ તળાવ બનવા અંગે સ્થાનિક વહીવટી તંત્રને જાણકારી આપવામાં આવી છે અને તળાવમાં ભેગા થયેલા પાણીને ઓછુ કરવું જરૂરી છે.

 

DRDO અને NDRFના વૈજ્ઞાનિકોએ કર્યું નિરીક્ષણ 

રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે DRDO અને NDRFના ટેકનીકલ નિષ્ણાતોની ટીમે હેલીકોપ્ટર દ્વારા આ વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં પાણી ભરાવાને કારણે તળાવ બન્યું છે. વૈજ્ઞાનિકો આ સર્વે દરમિયાન મળતી માહિતીનું વિશ્લેષણ પણ કરી રહ્યા છે. ગુરુવારે ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તૈનાત કરવામાં આવ્યું હતું.

 

37 મૃતદેહ મળ્યા, 167 લોકો હજી ગાયબ

હોનારત બાદ ચોથા દિવસે પણ રાહત અને બચાવકાર્ય શરૂ છે. ગુરુવારે ઋષિગંગા નદીમાં અચાનક જળસ્તર વધી જતાં તપોવન ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા માટેનું રાહત અને બચાવકાર્ય બંધ કરવું પડ્યું હતું. આ હોનારત બાદ આત્યાર સુધીમાં 37 લોકોના મૃતદેહ મળ્યા છે જ્યારે 167 લોકો હજી પણ ગાયબ છે.

 

આ પણ વાંચો: Rahul Gandhi નો મોટો પ્રહાર, કહ્યું ખેડૂતો સામે અંગ્રેજો ના ટકી શક્યા તો નરેન્દ્ર મોદી કોણ છે

Next Article