Uttarakhand : હાલ શરૂ નહિ થાય ચારધામ યાત્રા, જાણો વિગતે

|

Jun 16, 2021 | 6:18 PM

Uttarakhand સરકારે મંગળવારે કહ્યું હતું કે તૈયારીઓ પૂર્ણ ન થવાને કારણે હાલમાં સ્થાનિક લોકો માટે ચારધામ યાત્રા ખોલવામાં આવી નથી. આ અગાઉ સોમવારે સ્થાનિક લોકો માટે ચારધામ યાત્રા(Char Dham Yatra) ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Uttarakhand : હાલ શરૂ નહિ થાય ચારધામ યાત્રા, જાણો વિગતે
હાલ શરૂ નહિ થાય ચારધામ યાત્રા

Follow us on

Uttarakhand સરકારે મંગળવારે કહ્યું હતું કે તૈયારીઓ પૂર્ણ ન થવાને કારણે હાલમાં સ્થાનિક લોકો માટે ચારધામ યાત્રા(Char Dham Yatra) ખોલવામાં આવી નથી. આ અગાઉ સોમવારે સ્થાનિક લોકો માટે ચારધામ યાત્રા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બોર્ડે 15 દિવસનો સમય માંગ્યો

આ અંગે Uttarakhand રાજ્યના કેબિનેટ મંત્રી અને સરકારના પ્રવક્તા સુબોધ ઉનિઆલે જણાવ્યું હતું કે ચારધામ (Char Dham Yatra) દેવસ્થાન બોર્ડે માહિતી આપી છે કે યાત્રા શરૂ કરવા માટેની તૈયારીઓ હજી પૂર્ણ નથી થઈ અને આ માટે બોર્ડે 15 દિવસનો સમય માંગ્યો છે. ઉનિઆલે કહ્યું, “અમારી તૈયારીઓ પૂર્ણ થતાંની સાથે જ અમે ચારધામ યાત્રાને આંશિક અથવા સંપૂર્ણ રીતે ખોલવાનું નક્કી કરી શકીએ છીએ. જો કે તે સમયના સંજોગો પર નિર્ભર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પહેલા મંદિરમાં જવાની  મંજૂરી આપવામાં આવી હતી

સોમવારે Uttarakhand સરકારે લીધેલા નિર્ણયમાં, ચાર ધામ આવેલા જિલ્લાના રહેવાસી નેગેટિવ આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ સાથે મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી . તેમજ કહેવામાં આવ્યું હતું કે ચમોલી જિલ્લાના રહેવાસી બદ્રીનાથ ધામ અને રુદ્રપ્રયાગ જિલ્લાના કેદારનાથની મુલાકાત લેશે અને ઉત્તરકાશી જિલ્લાના રહેવાસીઓ ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લઈ શકશે.

હિન્દુ શાસ્ત્ર મુજબ એક ધાર્મિક યાત્રા

ચારધામની યાત્રા હિન્દુ શાસ્ત્ર મુજબ એક ધાર્મિક યાત્રા છે. જેમાં પવિત્ર હિન્દૂ ધામોના દર્શન કરવામાં આવે છે.હિન્દૂ ધર્મમાં ચાર મુખ્ય એવા ધામ બતાવવામાં આવ્યા છે.જેમના દર્શન કરવા જ એજ ચાર ધામની યાત્રા છે.આ ચાર ધામ કયા છે. જેમાં આજકાલ લોકોમાં એ મત ખૂબ પ્રસિદ્ધ છે કે બધા જ ચાર ધામ ઉત્તરાખંડમાં જ છે અને તે યમુનોત્રી,ગંગોત્રી,કેદારનાથ,અને બદ્રીનાથ છે. તેમજ પ્રાચીન સમયથી જ ચારધામ તીર્થના રૂપમાં માન્ય છે,

Published On - 4:50 pm, Wed, 16 June 21

Next Article