Uttar Pradesh: યોગી સરકારના બાબુઓ નહીં કરી શકે બિઝનેસ ક્લાસમાં હવાઈ યાત્રા, નવી ગાડીઓ લેવા પર પણ રોક

સરકારના આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે હવાઇ મુસાફરી માટે અધિકૃત અધિકારીઓ પણ હવે માત્ર ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરશે.

Uttar Pradesh: યોગી સરકારના બાબુઓ નહીં કરી શકે બિઝનેસ ક્લાસમાં હવાઈ યાત્રા, નવી ગાડીઓ લેવા પર પણ રોક
CM Yogi Aditya nath
| Edited By: | Updated on: Aug 01, 2021 | 9:06 AM

Uttar Pradesh : યોગી સરકાર (Yogi Government) સતત વધી રહેલા ખર્ચને લઈને ચિંતિત છે. સરકારે હવે બિન જરૂરી ખર્ચ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સરકારનું કહેવું છે કે કોરોના મહામારીનો સામનો કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે. દરમિયાન, બિન જરૂરી ખર્ચ ઘટાડવા માટે યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સત્તાવાર હવાઈ મુસાફરીમાં ઘટાડાથી નવા વાહનોની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે. ઇંધણ પરનો ખર્ચ ઘટાડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ ખર્ચમાં ઘટાડો કરવાના આદેશો જારી કર્યા છે અને વિભાગોને કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.

એક્ઝિક્યુટિવ અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી પર પ્રતિબંધ
સરકારના આદેશમાં સ્પષ્ટ પણે જણાવાયું છે કે હવાઇ મુસાફરી માટે અધિકૃત અધિકારીઓ પણ હવે માત્ર ઇકોનોમી ક્લાસમાં જ મુસાફરી કરશે. વર્તમાન નાણાકીય વર્ષમાં એક્ઝિક્યુટિવ અને બિઝનેસ ક્લાસની મુસાફરી પર સખત પ્રતિબંધ રહેશે. આ સિવાય અધિકારીઓને સત્તાવાર (Official) કામ માટે મુસાફરી ઘટાડવાની સૂચના આપવામાં આવી છે.

સાથે જ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય, આદેશમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં કોઇ પણ વિભાગ નવા વાહનો ખરીદી શકશે નહીં. જે વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે તેની જગ્યાએ સરકારને ભાડા પર વાહનની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. વિભાગીય અધિકારીઓને સરકારી વાહનોની જાળવણી અને ઈંધણ પાછળનો ખર્ચ ઓછો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: નારિયેળ પાણીના સેવન સિવાય ત્વચા પર લગાવવાના આ ફાયદા તમે પણ નહીં જાણતા હોવ, જાણો રીત

આ પણ વાંચો: ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ, 1 ઓગસ્ટથી સતત 9 દિવસ વિકાસલક્ષી કાર્યક્રમો

આ પણ વાંચો: Petrol-Diesel Price Today :પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારા ઉપર લાગી બ્રેક, પણ શું ભાવ ઘટાડાથી દેશવાસીઓને રાહત પણ મળશે ? જાણો આજના લેટેસ્ટ રેટ