ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હીમાં છે. સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) હિંડન એરપોર્ટ પર ઉતર્યા બાદ, બીએમ સંતોષને મળશે. આ પછી યોગી આદિત્યનાથ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને બપોરે 3 વાગ્યે અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને સાંજે 6 વાગ્યે મળશે. સાંજે 5 વાગ્યે, સીએમ યોગી વડા પ્રધાનના આવાસ પર પહોંચશે અને પીએમ નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળશે. યોગી પીએમને મળ્યા બાદ રાત્રે 8 વાગે રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળશે.
ઉતરપ્રદેશના કાર્યકારી સીએમ યોગી અને તેમની ટીમ, રાધા મોહન સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, બીએલ સંતોષ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે. હાલ પૂરતું, આજે યોગી આદિત્યનાથ નવા કેબિનેટની સાથે રાજ્યમાં કરાયેલી જાહેરાતોને લાગુ કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરશે. માનવામાં આવે છે કે આજે બીજેપી હાઈકમાન્ડ યોગી કેબિનેટની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી શકે છે. આ પછી, રાજ્યમાં હોળી પછી કોઈપણ દિવસે શપથ ગ્રહણ થઈ શકે છે. સાથે જ યોગી કેબિનેટના સંભવિત મંત્રીઓના નામ પર પણ ચર્ચા થશે અને પાર્ટી તેના પર મહોર લગાવશે.
હાલમાં, નામોને લઈને સસ્પેન્સ છે અને શપથગ્રહણના દિવસે જ તેના પર નામ જાહેર થઈ શકે છે. પરંતુ માનવામાં આવે છે કે ભાજપ આ વખતે જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. આ વખતે તમામ મુશ્કેલીઓ છતાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપને બહુ નુકસાન થયું નથી. તેથી માનવામાં આવે છે કે આ વખતે યોગી કેબિનેટમાં પશ્ચિમનો હિસ્સો ગત વખતની જેમ જ યથાવત રહેશે.
જો કે યોગી આદિત્યનાથ રાજ્યમાં સીએમ બનવાના છે. પરંતુ એક પ્રક્રિયા હેઠળ ભાજપ ધારાસભ્યોના અભિપ્રાય લેવા માટે નિરીક્ષકોની નિમણૂક કરશે. ટોચના નેતૃત્વ અને રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. આ પછી લખનૌમાં નિરીક્ષકોની બેઠક બાદ મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે અને નિરીક્ષકોની ટીમ દિલ્હીમાં હાઈકમાન્ડને પોતાનો રિપોર્ટ આપશે.
હકીકતમાં ઉતરપ્રદેશમાં ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સીએમ યોગી દિલ્હી જવાના હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસે હતા. જેના કારણે યોગી આદિત્યનાથ અને ભાજપના નેતાઓની મુલાકાત બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. પીએમ મોદી શનિવારે સાંજે દિલ્હી પરત ફર્યા હતા. તો અમિત શાહ મોટાભાગે રવિવારે સાંજે દિલ્લી પરત ફરશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ