ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની (UP Assembly Election 2022) રણનીતિ અને તૈયારીઓ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે (29 ઓક્ટોબર) લખનૌ પહોંચી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજ્યમાં બીજેપીના સભ્યપદ અભિયાનની (BJP Membership Campaign) શરૂઆત કરશે. આ સાથે તેઓ ચૂંટણીની રણનીતિ માટે સંગઠનના ટોચના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે.
ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે, આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સભ્યોની સંખ્યા ચાર કરોડ સુધી પહોંચવી જોઈએ જેથી કરીને તે તેના કાર્યકરોના બળ પર વિધાનસભાની ચૂંટણી જીતી શકે. આ યોજનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29 ઓક્ટોબરે લખનૌ આવશે. તેઓ અહીં સભ્યપદ અભિયાનની શરૂઆત કરશે. આ સાથે પાર્ટી ટિકિટ આપવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.
બિનકાર્યક્ષમ ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે
સુત્રોના જણાવ્યા પ્રમાણે નોન પરફોર્મિંગ ધારાસભ્યોનું પત્તુ કપાઈ શકે છે. સૂત્રોનું માનીએ તો સંગઠને પોતાના આંતરિક સર્વેમાં જાણવા મળ્યું છે કે લગભગ 100 બેઠકો પર ધારાસભ્યોમાં ભારે અસંતોષ છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં 100 ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. તેમજ જ્ઞાતિના સમીકરણ અને એન્ટી ઈન્કમ્બન્સી વોટને ધ્યાનમાં લઈને ટીકીટ અંગે નિર્ણય કરશે.
અગાઉ, સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્ય પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે પણ તમામ સાંસદો, ધારાસભ્યો અને પક્ષના અધિકારીઓને પ્રદેશવાર બેઠકોમાં આ સભ્યપદ અભિયાનને આગળ વધારવા માટે સૂચના આપી છે.
પાર્ટીમાં અમિત શાહની શું ચાલ છે તે બધા જાણે છે. 2014માં જ્યારે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી થવાની હતી ત્યારે અમિત શાહને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. જે બાદ અમિત શાહે ભારતીય જનતા પાર્ટીની લોકસભા સીટો 2009માં 10 સીટોથી વધારીને 2014માં 73 સીટો કરી હતી. આ પછી, 2017 માં પણ, પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી અને રાજ્યમાં સરકાર બનાવી, જેમાં અમિત શાહની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
સાથે જ યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસે મહિલા કાર્ડ રમ્યું છે. પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ રાજ્યમાં 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી, પ્રિયંકાએ મહિલાઓને ફ્રી સ્કૂટી અને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી હતી. સાથે જ કોંગ્રેસ મહાસચિવનું માનવું છે કે મહિલાઓના મુદ્દા ઉઠાવવાથી રાજ્યમાં કોંગ્રેસને ફાયદો થશે.
આ પણ વાંચો : ASEAN-India Summit: PM મોદીએ ASEAN-ભારત સમિટમાં હાજરી આપી, દક્ષિણ ચીન સાગર-આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી