Uttar Pradesh: યુપી વિધાનસભામાં આજે 403 નવા ધારાસભ્યો સાથે CM યોગી લેશે શપથ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

|

Mar 28, 2022 | 8:58 AM

ધારાસભ્યોના શપથ ગ્રહણ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સૌથી પહેલા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ધારાસભ્ય તરીકે શપથ લેશે. આ પછી એક પછી એક તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે.

Uttar Pradesh: યુપી વિધાનસભામાં આજે 403 નવા ધારાસભ્યો સાથે CM યોગી લેશે શપથ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
CM Yogi will take oath with 403 new MLAs in UP

Follow us on

યોગી આદિત્યનાથે (Yogi Aditya Nath) વિધાનસભા ચૂંટણી (UP Assembly Election Result 2022)માં જંગી જીત બાદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે 52 મંત્રીઓએ પણ શપથ લીધા છે. આ પછી હવે તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ લેવાનો વારો છે. મળતી માહિતી મુજબ, સોમવારે એટલે કે 28 માર્ચે તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે. નવા ચૂંટાયેલા પ્રોટેમ સ્પીકર રમાપતિ શાસ્ત્રી વિધાનસભાના એસેમ્બલી પેવેલિયનમાં દરેકને શપથ લેવડાવશે. પહેલા સીએમ યોગી આદિત્યનાથને શપથ લેવડાવવામાં આવશે.

બીજી તરફ ધારાસભ્યોના શપથ ગ્રહણને લઈને પ્રોટેમ સ્પીકરની મદદ માટે વરિષ્ઠ ધારાસભ્યો સુરેશ કુમાર ખન્ના, જય પ્રતાપ સિંહ, રામપાલ વર્મા અને માતા પ્રસાદ પાંડેની નિમણૂક કરવામાં આવી છે. જણાવી દઈએ કે, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે તાજેતરમાં જ રાજભવન ખાતે ભાજપના ધારાસભ્ય રમાપતિ શાસ્ત્રીને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકેના શપથ લેવડાવ્યા હતા.

પહેલા સીએમ યોગી લેશે શપથ

ધારાસભ્યોના શપથ ગ્રહણ કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સૌથી પહેલા ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ધારાસભ્ય તરીકે શપથ લેશે. આ પછી એક પછી એક તમામ ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

29ના રોજ વિધાનસભાના અધ્યક્ષ ચૂંટાશે

યુપી વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી માટે 29 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. વિધાનસભા સચિવાલયે અધ્યક્ષની ચૂંટણીને લઈને કાર્યક્રમ પણ બહાર પાડ્યો છે. વિધાનસભાના મુખ્ય સચિવ પ્રદીપ કુમાર દુબેએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે 29 માર્ચે વિધાનસભા પેવેલિયનમાં બપોરે 3 વાગ્યે અધ્યક્ષની ચૂંટણી યોજાશે. જેમાં નવી બનેલી વિધાનસભાના કોઈપણ સભ્ય 28 માર્ચે બપોરે 2 વાગ્યા પહેલા ઉમેદવારી પત્ર ભરી શકશે.

બીજી તરફ યોગી સરકારે સત્તામાં વાપસી કરીને રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં મફત રાશન યોજનાને ત્રણ મહિના માટે લંબાવી છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે માહિતી આપતાં ખુદ સીએમ યોગીએ કહ્યું કે કોરોના સમયગાળાથી શરૂ થયેલી ફ્રી રાશન યોજનાને ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે. શપથગ્રહણના બીજા દિવસે તેમણે પોતાના નવા કેબિનેટ સાથે બેઠક યોજી હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો-Bharat bandh Live Updates: આજથી બે દિવસ સુધી ‘ભારત બંધ’ રહેશે, બંગાળમાં કામદારો રસ્તા પર ઉતર્યા

 

Next Article