Uttar Pradesh: UPની નવી કેબિનેટની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા દિલ્હીમાં 6 કલાકની મેરેથોન બેઠક, હોળી પછી શપથ ગ્રહણની શક્યતા

|

Mar 17, 2022 | 8:36 AM

યોગી આદિત્યનાથ છેલ્લા 37 વર્ષમાં રાજ્યમાં સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને સત્તામાં પાછા ફરનારા પ્રથમ મુખ્યમંત્રી હશે. યોગી આદિત્યનાથે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી ગોરખપુર શહેરી મતવિસ્તારમાંથી 1,03,390ના માર્જિનથી જીતી હતી.

Uttar Pradesh: UPની નવી કેબિનેટની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા દિલ્હીમાં 6 કલાકની મેરેથોન બેઠક, હોળી પછી શપથ ગ્રહણની શક્યતા
Uttar Pradesh Core Committee Meeting

Follow us on

Uttar Pradesh: ભાજપ યુપી(BJP UP) કોર કમિટી(Core Committee)એ બુધવારે રાજ્યમાં સરકારની રચના અંગે ચર્ચા કરવા માટે 6 કલાક લાંબી મહત્વની બેઠક યોજી હતી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022)માં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ નવી રાજ્ય કેબિનેટને અંતિમ સ્વરૂપ આપવા માટે બુધવારે દિલ્હીમાં બીજેપી મુખ્યાલય(Delhi BJP Head Quarter) માં એક બેઠક યોજાઈ હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(BJP National President J P Nadda), રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ, યુપીના નામાંકિત સીએમ યોગી આદિત્યનાથ(CM Yogi Aditya Nath), કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, યુપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે 36 ઉમેદવારોના નામ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ સાથે શપથગ્રહણ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવનાર અગ્રણી ચહેરાઓના નામો પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે હોળી પછી થવાની શક્યતા સૂત્રોના જણાવ્યા અનુસાર. ભાજપે 403માંથી 255 બેઠકો જીતીને ઉત્તર પ્રદેશમાં સત્તા જાળવી રાખી અને 41.29 ટકા વોટ શેર મેળવ્યા.

1 લાખ કરતા વધારે મતોથી મેળવી જીત

યોગી આદિત્યનાથ છેલ્લા 37 વર્ષમાં રાજ્યમાં સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરીને સત્તામાં પાછા ફરનારા પ્રથમ મુખ્યમંત્રી હશે. સાધુમાંથી રાજકારણી બનેલા યોગી આદિત્યનાથે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી ગોરખપુર શહેરી મતવિસ્તારમાંથી 1,03,390ના માર્જિનથી જીતી હતી. તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુભાવતી ઉપેન્દ્ર દત્ત શુક્લાને હરાવ્યા હતા. સુભાવતી શુક્લાને 62,109 વોટ મળ્યા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવ્યા બાદ, ભાજપ સ્થાનિક સંસ્થાઓ સત્તામંડળમાંથી 9 એપ્રિલે યોજાનારી રાજ્ય વિધાન પરિષદની 36 બેઠકોની દ્વિવાર્ષિક ચૂંટણીમાં બહુમતી મેળવવાની નજરમાં રહેશે. ઉત્તર પ્રદેશની 100 સભ્યોની વિધાન પરિષદમાં હાલમાં ભાજપમાંથી 35, સપાના 17 અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના ચાર સભ્યો છે. કોંગ્રેસ, અપના દળ (સોનેલાલ) અને નિષાદ પાર્ટી યુપી વિધાન પરિષદમાં એક-એક સભ્ય ધરાવે છે. હાલ 37 બેઠકો ખાલી છે.

કાઉન્સિલમાં વિપક્ષના નેતા અહેમદ હસનનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા સપાના ઘણા MLC ભાજપમાં જોડાઈ ગયા હતા. જેમાં નરેન્દ્ર સિંહ ભાટી, શત્રુદ્ર પ્રકાશ, રામા નિરંજન, રવિશંકર સિંહ પપ્પુ, સીપી ચંદ્રા, ઘનશ્યામ લોધી, શૈલેન્દ્ર પ્રતાપ સિંહ અને રમેશ મિશ્રાનો સમાવેશ થાય છે. બીએસપી એમએલસી સુરેશ કશ્યપ પણ ભાજપમાં જોડાયા છે.

Next Article