UP: અલીગઢમાં જાટ રાજાના નામ પર PM Modi કરશે વિશ્વવિધ્યાલયનો શિલાન્યાસ, CM Yogi, રાજ્યપાલ આનંદીબેન પટેલ રહેશે હાજર

|

Sep 14, 2021 | 7:30 AM

આદિત્યનાથે સોમવારે લોઢામાં કાર્યક્રમની તૈયારીઓ અંગે માહિતી લેવા માટે સ્થળની મુલાકાત લીધી હતી

UP: અલીગઢમાં જાટ રાજાના નામ પર PM Modi કરશે વિશ્વવિધ્યાલયનો શિલાન્યાસ, CM Yogi, રાજ્યપાલ આનંદીબેન પટેલ રહેશે હાજર
PM Narendra Modi (File Photo)

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh) ના અલીગઢમાં જાટ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામથી યુનિવર્સિટીનું શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અનુસાર, PM Narendra Modi એક સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ નોડ અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીના પ્રદર્શન મોડેલની મુલાકાત લેશે. 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીની ઉત્તરપ્રદેશની આ પહેલી મુલાકાત હશે.

PMO અનુસાર, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યુનિવર્સિટીની સ્થાપના રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહની સ્મૃતિ અને સન્માનમાં કરવામાં આવી રહી છે, જે સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ્ અને સમાજ સુધારક હતા. અલીગઢની કોલ તહસીલના લોઢા અને મુસેપુર કરીમ જરુલી ગામોમાં કુલ 92 એકરથી વધુ વિસ્તારમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી રહી છે.

તે અલીગઢ વિભાગની 395 કોલેજોને જોડશે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ હાજર રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સિવાય આદિત્યનાથે સોમવારે લોઢામાં કાર્યક્રમની તૈયારીઓ અંગે માહિતી લેવા માટે સ્થળની મુલાકાત લીધી હતી. તૈયારીઓની દેખરેખ માટે ત્યાં કેમ્પિંગ કરતા ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે રાજ્ય યુનિવર્સિટી સ્થાપીને, સરકાર એવા માણસને શ્રદ્ધાંજલિ આપી છે જેણે પોતાના ત્રણ દાયકાથી વધુ સમય દેશને સમર્પિત કર્યો અને ભારતની આઝાદી માટે લડ્યા.

ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સંદર્ભે ટ્રાફિક પોલીસે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. 14 સપ્ટેમ્બરે ભારે વાહનોને અલીગઢની જિલ્લાની સરહદમાં પ્રવેશતા અટકાવવા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બુલંદશહેર, કાસગંજ, હાથરસ અને મથુરાના પડોશી જિલ્લાઓના અધિકારીઓ સાથે સંકલનમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની અંદર અમુક રૂટ પર રેલીમાં જતા વાહનો સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Corona: દેશના લાખો બાળકો પર કોરોનાનું તોળાતું સંકટ, ત્રીજી લહેરને લઈને હોસ્પિટલો કેટલી તૈયાર ?

આ પણ વાંચો: Ami Organics IPO: આજે ગુજરાતની આ કંપનીનો શેર લિસ્ટ થશે , જાણો શેર અંગે નિષ્ણાંતોના શું છે અભિપ્રાય

Published On - 7:29 am, Tue, 14 September 21

Next Article