UP:ગાડી ચલાવતા સમયે ફોન પર વાત કરી તો ભરવો પડશે દશ હજારનો દંડ,આદેશ જાહેર

|

Jul 31, 2020 | 11:28 AM

હવે બે પૈંડા અને ચાર પૈંડા વાળા વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરવા પર પ્રથમ વાર 1 હજાર રૂપિયા જ્યારે કે બીજી વાર સીધા 10હજારનો દંડ ભોગવવો પડી શકે છે. વગર હેલમેટે હવે 1 હજાર રૂપિયા ચુકવવા પડશે, એજ રીતે પાર્કીંગનાં નિયમોનું ઉલ્લંઘન કરવા પર પહેલીવાર 500 રૂપિયા અને બીજી વાર પકડાવા પર 1 […]

UP:ગાડી ચલાવતા સમયે ફોન પર વાત કરી તો ભરવો પડશે દશ હજારનો દંડ,આદેશ જાહેર
http://tv9gujarati.in/up-gaadi-chalavt…10-hajar-no-dand/

Follow us on

હવે બે પૈંડા અને ચાર પૈંડા વાળા વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરવા પર પ્રથમ વાર 1 હજાર રૂપિયા જ્યારે કે બીજી વાર સીધા 10હજારનો દંડ ભોગવવો પડી શકે છે. વગર હેલમેટે હવે 1 હજાર રૂપિયા ચુકવવા પડશે, એજ રીતે પાર્કીંગનાં નિયમોનું ઉલ્લંઘન કરવા પર પહેલીવાર 500 રૂપિયા અને બીજી વાર પકડાવા પર 1 હજાર હતા તેના બદલે 1500 રૂપિયા સુધી ચુકવવા પડી શકે છે.

એ સિવાય સુરક્ષા બેલ્ટ એટલે કે સીટ બેલ્ટ પહેર્યા વગર 1 હજાર, વગર લાયસન્સ અથવા 14 વર્ષથી ઓછી ઉમરનાં બાળકો પર 5 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. નક્કી કરેલી ગતિસીમા કરતા વધારે સ્પીડથી કાર ચલાવવા પર બે હજાર અને માલ વહન કરીને લઈ જનારા માટે 4 હજાર રૂપિયા હશે. બે પૈંડા વાળા વાહન પર ત્રણ સવારી અથવા તો વધારે બેસવા પર 1 હજાર દંડ ચુકવવો પડશે.

ઉત્તરપ્રદેશ મોટરવ્હિકલ નિયમ હેઠળ વધારેલા દરથી દંડ વસુલવા માટે વાહનવ્યહવાર વિભાગનાં પ્રસ્તાવને કેબિનેટમાં મંજુરી પણ આપી દેવામાં આવી છે.ટૂંક સમયમાં તે વટહુકમ સાથે બહાર પણ આવી જશે. એ જ રીતે અધિકારીની વાત નહી માનવી તેમજ તેના કામકાજમાં વિઘ્ન નાખવા પર 2 હજાર રૂપિયા દંડ થશે. ડ્રાઈવીંગ લાયસન્સ માટે ખોટા કારણ પર આપવા પર 10 હજાર સુધીનો દંડ, વાહનનું મોડેલ બદલાઈ જવા પર કે અન્ય કારણ પર નિર્માતા કે ડિલરને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્ય સરકાર ટ્રાફિકનાં નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે જેમાં વગર પરવાનગીએ રેસ અથવા ટ્રાયલમાં ભાગ લેવા પર પ્રથમ વાર પાંચ હજાર, બીજી વાર પકડાવા પર 10 હજાર સુધીનો દંડ થશે. કોઈ વ્યક્તિ દ્વારા વાહનવ્યહવારનાં નિયમોનાં ઉલ્લંઘન પર વાહન ચલાવવા પર 10 હજારનો દંડ અને શાંત વિસ્તારમાં હોર્ન વગાડવા પર પ્રથમ વાર એક હજાર બીજી વાર બે હજાર દંડ થશે.

Next Article