પંજાબમાં (Punjab) અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષોનો સફાયો કર્યો. AAPની બમ્પર જીત બાદ કેટલાક નેતાઓનું કહેવું છે કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના કારણે ભાજપની સ્થિતિ નબળી પડી શકે છે. જોકે, ભાજપે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. પંજાબમાં જીત બાદ હવે કેજરીવાલની (Arvind Kejriwal) નજર હિમાચલ પ્રદેશ પર પડી છે, જેના માટે ભાજપે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. પંજાબમાં તેની પ્રચંડ જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી (AAP) એ શનિવારે જાહેરાત કરી કે તે હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.
આ ઉપરાંત આવતા મહિને શિમલામાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો ઉભા કરશે. તેના પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, આપને ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ મળી નથી. અરવિંદ કેજરીવાલે પીએમ મોદી સામે ચૂંટણી લડી હતી પરંતુ તેમના જામીન જપ્ત થઈ ગયા હતા. તેઓ માત્ર મોટી મોટી વાતો કરે છે. હિમાચલમાં તેમના માટે કંઈ નથી. અમે (ભાજપ) હિમાચલ પ્રદેશમાં ફરી સત્તામાં આવીશું.
AAP નેતા અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને રવિવારે હિમાચલ પ્રદેશમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આગામી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. કારણ કે અહી હાલની સરકારે આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થાને ખરાબ હાલતમાં મુકી દીધી છે. જૈને કહ્યું કે વિકાસનું દિલ્હી મોડલ હિમાચલ પ્રદેશમાં પાર્ટીનો મુખ્ય ચૂંટણી મુદ્દો હશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે AAPએ દિલ્હીની બહાર કોઈપણ અન્ય વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે.
આમ આદમી પાર્ટી પાંચમાંથી ચાર રાજ્યો યુપી, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં કંઈ ખાસ કરી શકી નથી. પરંતુ પંજાબમાં AAPના જનાદેશે બધાને ચોંકાવી દીધા હતા. અહીં આમ આદમી પાર્ટીને 117માંથી 92 સીટો મળી છે. આ ચૂંટણીમાં મોટા મોટા નેતાઓ હારી ગયા.
આ મોટી જીત બાદ AAPની નજર હવે વર્ષના અંતમાં યોજાનારી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય જનતાનો સહકાર મળ્યો છે. આનાથી અમારો ઉત્સાહ વધ્યો છે. હવે અમારી પાર્ટી હિમાચલની તમામ 68 વિધાનસભા સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે.
આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ માટે ફરી આવ્યું રાહુલનું નામ, ગેહલોતે કહ્યું- માત્ર રાહુલ ગાંધી જ મોદીને ટક્કર આપી શકે
આ પણ વાંચો : પંજાબમાં જંગી જીત બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ‘મેગા રોડ શો’, મોટી સંખ્યામાં ભીડ ઉમટી