કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી
HM Amit Shah

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી

| Edited By: | Updated on: Jan 14, 2021 | 8:12 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે (Amit Shah) આજે  અમદાવાદના થલતેજ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.  જેમાં અમિત શાહે થલતેજના મેપલ ટ્રી ખાતે અગાશી પરથી પતંગ ચગાવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે (Amit Shah) આજે  અમદાવાદના થલતેજ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.  જેમાં અમિત શાહે થલતેજના મેપલ ટ્રી ખાતે અગાશી પરથી પતંગ ચગાવ્યા હતા. આ દરમ્યાન તેમણે એક પેચ પણ કાપ્યો હતો, જેના પગલે ત્યાં એકત્ર કાર્યકર્તાઓ અને લોકોના આનંદ જોવા મળ્યો હતો. તેમજ અમિત શાહે પેચ કાપતા જ લોકોએ  ‘કાપ્યો કાપ્યો છે’ ના નારા સાથે સમગ્ર માહોલ ગુંજવી દીધો હતો. આ ઉપરાંત તેમણે ઘાટલોડીયા વિસ્તારમા પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જો કે આ પૂર્વે ગુહમંત્રી અમિત શાહ આજે સવારે  પરિવાર સંગ જગન્નાથ મંદિરમાં પવન પર્વે ભગવાન જગન્નાથના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

 

 

આ પણ વાંચો: Budget 2021: નિર્મલા સીતારમણ આગામી બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાં આપી શકે છે રાહત, જાણો કેવી રીતે