Super Exclusive : 33 ટકા મહિલા અનામત બિલને લઈ સ્મૃતિ ઈરાનીની Tv9 સાથે ખાસ વાત, જુઓ Video

|

Sep 23, 2023 | 5:15 PM

મહિલા અનામત બિલ, નવી સંસદમાં નવી ઉર્જા સાથે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ પણ ચિત્ત થઇ ગયા. 27 વર્ષથી અટકેલું મહિલા અનામત બિલ સંસદના બન્ને ગૃહ એટલે કે, લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઇ ગયું છે. ત્યારે Tv9 એ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની સાથે પણ ચર્ચા કરી તેમનું સ્પષ્ટ કહેવું છે કે હવે નવી સંસદમાં નવી ઉર્જા સાથે મહિલાઓને સન્માન મળશે.

2024 પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. સંસદના વિશેષ સત્રમાં સરકાર એવું બિલ લાવી જેનો વિપક્ષ પણ વિરોધ ન કરી શક્યા. આ બિલ એટલે મહિલા અનામત બિલ. 27 વર્ષથી અટકેલું મહિલા અનામત બિલ સંસદના બન્ને ગૃહ એટલે કે, લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઇ ગયું છે. આ બિલ 2029ની લોકસભાની ચૂંટણીમાં લાગુ થઇ શકે છે.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો, તેંડુલકરે જર્સી આપી

નવી સંસદમાં નવી ઉર્જા સાથે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ પણ ચિત્ત થઇ ગયા. વિપક્ષ પણ જશ ખાટવામાં લાગી ગયું. કોંગ્રેસે મજબૂરીમાં આ બિલનું સમર્થન કરવું પડ્યું. કારણ કે, આ બિલ પોતાનું હોવાનું કોંગ્રેસે દાવો કરી દીધો. કોંગ્રેસે મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે OBCનો મુદ્દો ઉઠાવી દીધો. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એટલા સુધી માગ કરી કે OBC મહિલાઓને અલગથી અનામત આપવામાં આવે. ત્યારે આ બિલ અંગે Tv9 એ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની સાથે પણ ચર્ચા કરી ત્યારે તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકારનું આ ઐતિહાસિક પગલું છે. 27 વર્ષથી અટકેલું મહિલા અનામત બિલ પાસ થયુ છે. નવી સંસદમાં નવી ઉર્જા સાથે મહિલાઓને સન્માન મળશે. તેમનું કહેવું છે કે સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:13 pm, Sat, 23 September 23

Next Video