સિદ્ધાંતો અને સમ્માન સાથે સમાધાન સ્વીકાર્ય નથી, ભત્રીજા અખિલેશને કાકા શિવપાલની સ્પષ્ટતા

|

Jul 23, 2022 | 8:12 PM

શિવપાલ સિંહે કહ્યું કે જો કે તેઓ પહેલેથી જ સ્વતંત્ર હતા, પરંતુ સમાજવાદી પાર્ટી દ્વારા પત્ર જારી કરીને તેમને ઔપચારિક સ્વતંત્રતા આપવા બદલ હૃદયથી તેમનો આભાર

સિદ્ધાંતો અને સમ્માન સાથે સમાધાન સ્વીકાર્ય નથી, ભત્રીજા અખિલેશને કાકા શિવપાલની સ્પષ્ટતા
Shivpal Yadav
Image Credit source: PTI

Follow us on

સમાજવાદી પાર્ટી (SP)ના પત્ર પર ઓપી રાજભર (OP Rajbhar) બાદ હવે શિવપાલ સિંહ યાદવે (Shivpal Sinh Yadav) પણ જવાબ આપ્યો છે. શિવપાલ સિંહે ઔપચારિક સ્વતંત્રતા આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જો કે તેઓ પહેલેથી જ સ્વતંત્ર હતા, પરંતુ સમાજવાદી પાર્ટી દ્વારા પત્ર જાહેર કરીને તેમને ઔપચારિક સ્વતંત્રતા આપવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર. આ સાથે જ અખિલેશ  (Akhilesh)ને જવાબ આપતા કાકા શિવપાલે કહ્યું કે તેઓ રાજનીતિમાં સિદ્ધાંતો અને સન્માન સાથે સમાધાન નહીં કરે.

શિવપાલ સિંહ યાદવે સમાજવાદી પાર્ટીને ઔપચારિક સ્વતંત્રતા આપવા બદલ આભાર માન્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ પહેલેથી જ સ્વતંત્ર હતા. સાથે જ શિવપાલે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમને કોઈપણ ભોગે તેમના સિદ્ધાંતો અને સન્માન સાથે કોઈપણ સમજૂતિ સ્વીકાર્ય નથી. આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીએ એક પત્ર જાહેર કરીને શિવપાલ યાદવને ઠપકો આપ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં તેમને સન્માન મળે ત્યાં જવા માટે તેઓ સ્વતંત્ર છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

‘સિદ્ધાંતો અને સન્માન સાથે સમાધાન સ્વીકાર નથી’

 

શિવપાલે કહ્યું- હું પહેલેથી જ સ્વતંત્ર જ હતો

સપા દ્વારા શિવપાલ યાદવની સહિત ઓપી રાજભરને પણ ઠપકો આપ્યો હતો, જાહેર કરાયેલા પત્રમાં તેમણે સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે તે બંનેને જ્યાં પણ સમ્માન મળે ત્યાં જઈ શકે છે. જે બાદ ઓપી રાજભરે બસપામાં જવાના સંકેત આપ્યા છે. સાથે જ તેમણે અખિલેશ પર અનેક આરોપો પણ લગાવ્યા. રાજભરે કહ્યું કે તેમને ગુલામી મંજૂર નથી. હવે શિવપાલે કહ્યું છે કે તેઓ સિદ્ધાંતો અને સન્માન સાથે સમાધાન નહીં કરે.

ઓ પી રાજભરે આપ્યો સણસણતો જવાબ

સમાજવાદી પાર્ટીના આ પત્ર પર ઓપી રાજભરે પણ અખિલેશને સણસણતો જવાબ આપ્યો હતો કે અખિલેશ યાદવ ચાપલૂસો અને સલાહકારોથી ઘેરાયેલા છે. જો કે તેમણે કટાક્ષભર્યા સૂરમાં કહ્યુ કે અખિલેશ યાદવ દ્વારા અપાયેલા તલાકનું સ્વાગત કરીએ છીએ. રાજભરે વધુમાં કહ્યુ કે અમે કોઈના ગુલામ નથી.

Next Article