Ukraine Russia War : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે યુક્રેનના ખાર્કિવમાં(Kharkiv) ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કેન્દ્ર સરકારને (Indian Government) તમામ ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વ્યૂહરચના ઘડવા હાકલ કરી હતી. તમને જણાવી દઈએ કે,વિદેશ મંત્રાલયે (Ministry of External Affairs) મંગળવારે એક ટ્વિટમાં મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે તે વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થી નવીન શેખરપ્પા ગ્યાનગૌદાર કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું પુનરોચ્ચાર કરું છું કે ભારત સરકારને સલામત સ્થળાંતર માટે વ્યૂહાત્મક યોજનાની જરૂર છે.દરેક મિનિટ કિંમતી છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ પણ નવીનના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે સરકારને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઝડપથી બહાર કાઢવા માટે પણ વિનંતી કરી હતી.
Received the tragic news of an Indian student Naveen losing his life in Ukraine.
My heartfelt condolences to his family and friends.
I reiterate, GOI needs a strategic plan for safe evacuation.
Every minute is precious.
— Rahul Gandhi (@RahulGandhi) March 1, 2022
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. દુ:ખની આ ઘડીમાં ભગવાન તેમને હિંમત આપે. હું સરકારને વિનંતી કરું છું કે અમારા તમામ વિદ્યાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે પરત લાવવાના તમામ પ્રયાસો કરે.
यूक्रेन में फंसे भारतीय छात्र नवीन की मृत्यु की खबर बहुत ही दुखदाई है।
उनके परिजनों के प्रति मेरी गहरी शोक संवेदनाएं। ईश्वर उन्हें इस दुख की घड़ी में साहस दें।
मेरा सरकार से निवेदन है कि हरसंभव प्रयास कर जल्द से जल्द हमारे सभी छात्र-छात्राओं को वापस लाया जाए।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 1, 2022
આ પણ વાંચો : Gurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે