“મારાથી બચીને રહેવુ….” કહીને… સળગતી ચિતામાંથી માંસનો ટુકડો કાઢી ખાઈ ગઈ અઘોરી કિન્નર, Video Viral થતા નોંધાઈ FIR

ઉજ્જૈનથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જ્યા કિન્નર અઘોરી કાલી ઉર્ફે નંદ ગીરી વિરુદ્ધ જલતી ચિતામાંથી માણસનું માંસ કાઢી ખાવાના આરોપસર FIR નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો Video વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કર છે અને શબ સાથે છેડછાડ કરવાના આરોપસર ફરિયાદ નોંધી છે.

મારાથી બચીને રહેવુ.... કહીને...  સળગતી ચિતામાંથી માંસનો ટુકડો કાઢી ખાઈ ગઈ અઘોરી કિન્નર, Video Viral થતા નોંધાઈ FIR
| Updated on: Sep 01, 2026 | 6:38 PM

ઉજ્જૈનથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જ્યા કિન્નર અઘોરી કાલી ઉર્ફે નંદ ગીરી વિરુદ્ધ જલતી ચિતામાંથી માણસનું માંસ કાઢી ખાવાના આરોપસર FIR નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કર છે અને શબ સાથે છેડછાડ કરવાના આરોપસર ફરિયાદ નોંધી છે.

ઉજ્જૈનના પ્રસિદ્ધ ચક્રતીર્થ સ્મશાન ઘાટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સળગતી ચિતા અને શબ સાથે અમાનવીય હરકત કરવાની ઘટના સામે આવી છે. આરોપ છે કે અઘોરી કિન્નર કાલી ઉર્ફે નંદગીરીએ સ્મશાન ઘાટ પર જલતી ચિતા સાથે છેડછાડ કરી અને કથિત રીતે તેમાંથી માંસનો ટુકડો કાઢી ખાઈ ગઈ હોવાની વિગતો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને પગલે પવિત્ર શહેરના સાધુ સંતો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે.

અઘોરીની હરકત જોઈને ડઘાઈ ગયા લોકો

આ ઘટના ઉજ્જૈનના જીવાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચક્રતીર્થ સ્મશાન ઘાટની છે. FIR નોંધાયા બાદ નંદગિરીએ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કર્યો જેમા તે લોકોને પડકાર આપતી અને ધમકાવતી જોવા મળે છે. પહેલો વીડિયો વાયરલ થયા બાદ કાલી નંદ ગીરીએ તેને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હટાવી દીધો હતો. ત્યારબાદ બીજો વીડિયો તેમણે પોસ્ટ કર્યો, જે જોઈને લોકો વધુ ચોંકી ગયા હતા.

સળગતી ચિતામાંથી માંસનો ટુકડો કાઢીને ખાઈ ગઈ

વીડિયો ચક્રતીર્થ સ્મશાન ઘાટનો જોવા મળી રહ્યો છે જેમા ચિતાની રાખ પોતાના ચહેરા અને હાથ પગ પર ઘસતી દેખાઈ રહી છે. તે લાકડીના એક ટૂકડાથી સળગતી ચિતાને હટાવે છે, માંસનો એક ટુકડો કાઢે છે, તેને ખાય છે અને ખાતા-ખાતા જ બોલે છે, “આ ઘણો સ્વાદિષ્ટ છે.” સાથે જ ધમકાવે છે, “હું તમારી જિંદગી સાથે પણ આવી જ રીતે રમત રમી શકુ છુ. મે અનેક શક્તિશાળી તાંત્રિકોને માર્યા છે. મારાથી બચીને રહેવુ. ઈન્સાનનું ગરમાગરમ માંસ ખાવુ એ દરેક ની તાકાત બહારની વસ્તુ છે. આ જ અમારુ જીવન છે. અમે જે કરી શકીએ છીએ, એ તમારી વિચારી પણ નથી શક્તા. તમે કલ્પી પણ નથી શક્તા હું શું કરી શકું છું.”

અઘોરી કિન્નર કાલી નંદ ગીરી સામે FIR

આ ઘટનાક્રમ બાદ અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી મહંત હરિ ગિરી મહારાજે પોલીસને લખેલા એક પત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યુ કે ધર્મગ્રંથોમાં ક્યાંય પણ મનુષ્યોના અંગોના સેવનનો ઉલ્લેખ નથી. તેમણે કહ્યુ કે સરકાર અને પ્રશાસને આવા કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. આ તરઉ જીવાજીગંજ પોલીસે વિષ્ણુનાથ મહારાજની ફરિયાદને આધારે કાલી નંદ ગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધીી છે. પોલીસે ઘટના સંબંધિત વીડિયો અને અન્ય પુરાવાઓ તપાસી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે અને બહુ જલદી તેની ધરપકડ થવાની આશા સેવાઈ રહી છે.

સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?

 

Published On - 6:15 pm, Tue, 1 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.