Jammu and Kashmir: સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં આવેલા બે આતંકવાદીઓની ચીની હથિયારો સાથે કરી ધરપકડ

|

Feb 24, 2022 | 8:20 PM

આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહાયકોની ધરપકડ કરવામાં આવી હતી. બંને પાસેથી વિસ્ફોટકોનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

Jammu and Kashmir: સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં આવેલા બે આતંકવાદીઓની ચીની હથિયારો સાથે કરી ધરપકડ
Terrorists

Follow us on

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) બારામુલ્લામાં બે આતંકીઓની (Terrorist) ધરપકડ કરવામાં આવી છે. 32 આરઆર અને બારામુલ્લા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં આવેલા બંને આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને 16 ફેબ્રુઆરીથી ગુમ હતા. બંનેને લશ્કરના બોસ દ્વારા સુરક્ષા દળો પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પોલીસે બંને પાસેથી 2 ચાઈનીઝ પિસ્તોલ, 2 મેગેઝીન અને 12 ગોળી મળી આવ્યા છે. આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓના બે સહાયકોની ધરપકડ કરવામાં આવી હતી. બંને પાસેથી વિસ્ફોટકોનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પ્રવક્તાએ બુધવારે કહ્યું કે પોલીસે સુરક્ષા દળો સાથે મળીને બારામુલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા આતંકવાદીઓના બે સહયોગીની ધરપકડ કરી છે.

તેમણે કહ્યું કે તેમના કબજામાંથી દારૂગોળો સહિત અન્ય સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે પોલીસને વિશ્વસનીય સૂત્રો પાસેથી મજબૂત માહિતી મળી હતી કે બારામુલ્લાના મુખ્ય વિસ્તારમાં પોલીસ અને અન્ય સુરક્ષા દળો સામે શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે જેહનપોરાના અજાણ્યા આતંકવાદી જૂથ ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળોનો ઉપયોગ કરી રહ્યું છે. માહિતી પર કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ જેહનપોરા-ખડનિયાર લિંક રોડ સહિત ઘણી જગ્યાએ નાકાબંધી કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

જેહનપોરામાં આતંકીની ધરપકડ

પ્રવક્તાના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન, બે લોકો જેહનપોરાથી સ્કૂટી પર આવતા જોવા મળ્યા હતા જે શંકાસ્પદ દેખાતા હતા. નાકાબંધી જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની ટીમે બંનેને પકડી લીધા હતા. તેણે જણાવ્યું કે બંનેની તલાશી લેતા તેમની પાસેથી AK 47 રાઈફલના 40 રાઉન્ડ મળી આવ્યા હતા.

તેમની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ અને મુનીર અહેમદ તરીકે થઈ છે અને તેઓ ખચદરી જેહનપોરાના રહેવાસી છે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રારંભિક પૂછપરછમાં, બંનેએ કબૂલાત કરી છે કે તેઓ પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરે છે અને આતંકવાદીઓને ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળો પહોંચાડે છે, જેનો ઉપયોગ પોલીસ અને સુરક્ષા દળો પરના હુમલામાં થાય છે.

આ પણ વાંચો : UP Election 2022: ચોથા તબક્કાના મતદાન બાદ અખિલેશ યાદવનો જીતનો મોટો દાવો, કહી આ વાત

આ પણ વાંચો : કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં 8 લોકોની ધરપકડ, ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે

Next Article