Vande Bharat: બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે, PM નરેન્દ્ર મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

|

Apr 07, 2023 | 5:09 PM

પહેલી વંદે ભારત એક્સપ્રેસ ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ થઈ હતી. બીજી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે ચલાવવામાં આવી હતી. ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ગયા વર્ષે મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.

Vande Bharat: બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે, PM નરેન્દ્ર મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી
Vande Bharat Express

Follow us on

ભારતીય રેલવે આવતીકાલે વધુ બે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે. આ બે નવી વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ દેશમાં હાલમાં ચાલી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની કુલ સંખ્યા 13 થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.

ટ્રેન દ્વારા બંને શહેરો વચ્ચેની મુસાફરીનો સમય લગભગ સાડા ત્રણ કલાક ઓછો થશે

સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ, જે આઈટી સિટી હૈદરાબાદને તિરુપતિ સાથે જોડશે, તે તેલંગાણા રાજ્યમાંથી ઉપડનારી બીજી વંદે ભારત ટ્રેન હશે. આ બંને ટ્રેન ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં શરૂ કરવામાં આવશે. ટ્રેન દ્વારા બંને શહેરો વચ્ચેની મુસાફરીનો સમય લગભગ સાડા ત્રણ કલાક ઓછો થશે. ખાસ કરીને આ ટ્રેન શ્રદ્ધાળુઓ માટે ફાયદાકારક સાબિત થશે.

આ પણ વાંચો : Ram Mandir: 155 દેશની નદીઓના જળથી રામલલાની મૂર્તિનો અભિષેક થશે, જાણો કેવી થઈ રહી છે તૈયારી

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

MGR ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર, PM નરેન્દ્ર મોદી ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરશે. પીએમ મોદી ત્યાં તાંબરમ અને સેંગોટાઈ વચ્ચે એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી તિરુથુરાપુંડીથી અગસ્તિયમપલ્લી વચ્ચેની DEMU સેવાને પણ લીલી ઝંડી આપશે. જેનાથી આસપાસના જિલ્લાના લોકોને ફાયદો થશે.

પીએમ મોદી આ પ્રોજેક્ટનું પણ કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી તિરુથુરાપુંડીથી અગસ્તિયમપલ્લી વચ્ચેના 37 કિલોમીટરના ગેજ કન્વર્ઝન સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ વિભાગ રેલવે દ્વારા કુલ રૂ. 294 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ ખોરાક અને ઔદ્યોગિક મીઠાની અવરજવરમાં પણ મદદ કરશે. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદી સિકંદરાબાદ-મહબૂબનગર પ્રોજેક્ટના વીજળીકરણ અને ડબલિંગનું પણ ઉદ્ઘાટન કરશે.

લગભગ 1,410 કરોડના ખર્ચે 85 કિલોમીટરથી વધુનું અંતર આવરી લેતો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ટ્રેનોની સરેરાશ ઝડપ વધારવામાં પણ મદદ કરશે.

તમને જણાવી દઈએ કે પહેલી વંદે ભારત એક્સપ્રેસ ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ થઈ હતી. બીજી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે ચલાવવામાં આવી હતી. ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ગયા વર્ષે મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. ચોથી વંદે ભારત હિમાચલ પ્રદેશમાં દિલ્હી અને ઉના વચ્ચે ચલાવવામાં આવી હતી.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર  

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article