Twitter એ સંઘપ્રમુખ Mohan Bhagwat સહીત સંઘના અન્ય નેતાઓના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી લગાવ્યું

|

Jun 05, 2021 | 6:27 PM

Twitter એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) સહીત સંઘના કેટલાક નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું.

Twitter એ સંઘપ્રમુખ Mohan Bhagwat સહીત સંઘના અન્ય નેતાઓના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી લગાવ્યું
સાંકેતિક તસ્વીર

Follow us on

ટ્વીટર દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ (M Venkaiah Naidu) ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવવાનો વિવાદ હજી શાંત નહોતો થયો ત્યાં જ ટ્વીટરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) સહીત સંઘના કેટલાક નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક (Blue Tick) હટાવી દેતા નવો વિવાદ ઉભો થયો છે.

મોહન ભાગવતના એકાઉન્ટ પરથી હટાવાયું બ્લ્યુ ટીક
Twitter એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવી દીધું છે. ટ્વીટર દ્વારા મોહન ભાગવતના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવવાની સાથે જ ટ્વીટર પર વિરોધ શરૂ થયો હતો અને मोहन भागवत તથા #TwitterBan અને #BanTwitterInIndia ટ્રેન્ડ સાથે ટ્વીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Twitter તરફથી સ્પષ્ટતા કરતા કહેવામાં આવ્યુ હતું કે જે એકાઉન્ટમાં લોકો આ 6 મહિનાથી વધુ સમય સુધી સક્રિય નથી, આ કારણે બ્લ્યુ ટીક (Blue Tick) હટાવી દેવામાં આવ્યુ છે. મોહન ભાગવતના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવવા પાછળ આ કારણ હોઇ શકે છે. મોહન ભાગવતનું ટ્વિટર એકાઉન્ટ મે 2019માં બન્યુ હતું, પરંતુ તેમના ટ્વિટર પર એક પણ ટ્વીટ જોવા મળતી નથી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

અન્ય નેતાઓના એકાઉન્ટ પરથી હટાવાયું બ્લ્યુ ટીક
Twitter એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવવાની સાથે RSS ના કેટલાક નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લ્યુ ટીક હટાવી દીધું છે. જેમાં સુરેશ સોની, સુરેશ જોશી અને અરૂણ કુમાર જેવા નેતાઓના નામ સામેલ છે.

આ અંગે RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝરના એક લેખમાં ટ્વીટર પર પ્રહાર કરવામાં હતા. આ લેખમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે,

“ટ્વિટર એક નીતિ અપડેટ સૂચવે છે કે 6 મહિનાની નિષ્ક્રિયતા અન-વેરિફિકેશન તરફ દોરી જાય છે, હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો આ કેસ છે, તો પછી વી.પી. વેંકૈયા નાયડુના વ્યક્તિગત એકાઉન્ટ પરની બ્લ્યુ ટિકને દૂર કર્યા પછી શા માટે ફરી લગાવી દેવામાં આવી?”

વિવાદ થતા ટ્વીટરે ફરી લગાવ્યું બ્લ્યુ ટીક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) અને સંઘના અન્ય કેટલાક નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવ્યા બાદ मोहन भागवत તથા #TwitterBan અને #BanTwitterInIndia ટ્રેન્ડ સાથે ટ્વીટર પર જ ટ્વીટરનો વિરોધ શરૂ થયો હતો. આ વિરોધને પગલે ટ્વીટરે મોહન ભાવગત સહીત સંઘના તમામ નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પર વેરીફાઈ અને ઓથેન્ટિકકેશનનું બ્લ્યુ ટીક ફરી લગાવી દીધું હતું.

આ પણ વાંચો : Twitter એ ઉપરાષ્ટ્રપતિ M Venkaiah Naidu ના વ્યક્તિગત એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી લગાવ્યું

આ પણ વાંચો : જો કરશો આ ભૂલ તો Twitter તમારા એકાઉન્ટ પરથી પણ હટાવશે ઓથેન્ટિકેશનનું Blue Tick

Published On - 4:57 pm, Sat, 5 June 21

Next Article