દેશભરમાં ટોલ પ્લાઝા ખતમ થઈ જશે, આ નવી સિસ્ટમ દ્વારા પૈસા આપોઆપ કપાઈ જશે

|

Sep 14, 2022 | 12:54 PM

2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ રાહ જોવાનો સમય 8 મિનિટ હતો. 2020-21 અને 2021-22 દરમિયાન FASTagના અમલ સાથે, ટોલ માટે સરેરાશ રાહ જોવાનો સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો છે. પીક અવર્સ દરમિયાન ટોલ પ્લાઝા પર હજુ થોડો વિલંબ થાય છે.

દેશભરમાં ટોલ પ્લાઝા ખતમ થઈ જશે, આ નવી સિસ્ટમ દ્વારા પૈસા આપોઆપ કપાઈ જશે
FASTag Toll plaza (symbolic image)

Follow us on

ભારતના ટોલ પ્લાઝાને (Toll plaza) ટૂંક સમયમાં ઓટો નંબર આઇડેન્ટિફિકેશન સિસ્ટમથી (Auto Number Identification System) બદલવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari) મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી. “કેન્દ્ર, ટોલ પ્લાઝાને ઓટોમેટિક નંબર પ્લેટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ સાથે બદલવા માટે પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે, જે વાહન માલિકોના બેંક ખાતામાંથી ટોલની રકમના કપાતને સક્ષમ કરશે,” તેમ તેમણે જણાવ્યું હતું. FASTagની રજૂઆત પછી, રાજ્યની માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHI)ની ટોલ આવકમાં વાર્ષિક રૂ. 15,000 કરોડનો વધારો થયો હોવાનુ ગડકરીએ જણાવ્યું હતું. હવે અમે ઓટોમોબાઈલ નંબર પ્લેટ ટેકનોલોજી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. જેના કારણે ત્યાં કોઈ ટોલ પ્લાઝા રહેશે નહીં. તેમ પણ તેમણે જણાવ્યું હતું.

સરેરાશ રાહ જોવાનો સમય ઘટ્યો

2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ રાહ જોવાનો સમય 8 મિનિટનો હતો. 2020-21 અને 2021-22 દરમિયાન FASTagની રજૂઆત સાથે, ટોલ માટે સરેરાશ રાહ જોવાનો સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો છે. જોકે, પીક અવર્સ દરમિયાન હજુ પણ ટોલ પ્લાઝામાં ટોલ વસૂલવામાં થોડો વિલંબ થાય છે.

સરકાર આ વિકલ્પો પર વિચાર કરી રહી છે

નીતિન ગડકરીએ ગયા મહિને કહ્યું હતું કે, સરકાર હવે બે વિકલ્પો પર વિચાર કરી રહી છે. સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ જ્યાં કારમાં જીપીએસ હશે. ટોલ સીધો બેંક ખાતામાંથી કપાશે. બીજો વિકલ્પ નંબર પ્લેટ દ્વારા છે. તેમણે કહ્યું કે FASTag ને બદલે GPC શરૂ કરવાની પ્રક્રિયા છે. જેના આધારે અમે ટોલ લેવા માંગીએ છીએ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગડકરીએ કહ્યું, “અમે ટેક્નોલોજી પસંદ કરીશું. જો કે અમે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી, પરંતુ મારા મતે નંબર પ્લેટ ટેક્નોલોજી પર કોઈ ટોલ પ્લાઝા નહીં હોય. તે એક અત્યાધુનિક કોમ્પ્યુટરાઈઝ્ડ ડિજિટલ સિસ્ટમ હશે. જેથી લાંબી કતાર ન લાગે. લોકોને મોટી રાહત મળશે.

Published On - 8:53 am, Wed, 14 September 22

Next Article