Mann Ki Baat : PM મોદી આજે કરશે ‘મન કી બાત’

|

Jun 26, 2022 | 7:49 AM

મન કી બાત (MANN KI BAAT JUNE 2022) આજના કાર્યક્રમમાં યોગ, કૃષિ, ખેડૂતો, ચોમાસુ, ખેલજગત, જળસંચય સહીત દેશના વિભિન્ન ગ્રામ્યકક્ષાએ કરાયેલા પ્રેરણાદાયી કાર્યોનો ઉલ્લેખ કરી શકે છે.

Mann Ki Baat : PM મોદી આજે કરશે ‘મન કી બાત’
PM Modi Mann Ki Baat
Image Credit source: File Photo

Follow us on

આજે મન કી બાતનો (Mann Ki Baat) 90મો કાર્યક્રમ પ્રસારીત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર લોકો સાથે વાત કરે છે. આજના કાર્યક્રમમાં યોગ, કૃષિ, ખેડૂતો, ચોમાસુ, ખેલજગત, જળસંચય સહીત દેશના વિભિન્ન ગ્રામ્યકક્ષાએ કરાયેલા પ્રેરણાદાયી કાર્યોનો ઉલ્લેખ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરશે. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે મન કી બાત કરે છે. આ કાર્યક્રમ માટે લોકો તેમના વિચારો અને સૂચનો પણ વડાપ્રધાનને આપી શકે છે. વડાપ્રધાન મોદી, તેમાંથી લોકોને ઉદાહરણરૂપ હોય તેવા કેટલાક પસંદગીના વિચારો અને સૂચનોને તેમના કાર્યક્રમ મન કી બાતમાં સામેલ કરે છે.

તમે ઓલ ઈન્ડિયા રેડિયો પર પણ મન કી બાત સાંભળી શકો છો. તે દૂરદર્શન ઉપર પણ પ્રસારિત થશે. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસબુક પેજ પર જઈને પણ આ કાર્યક્રમ સાંભળી શકો છો. આ સિવાય પીએમઓના ટ્વિટર હેન્ડલ પર પણ મન કી બાત કાર્યક્રમના અપડેટ ઉપલબ્ધ રહેશે. તમને તેના અપડેટ્સ મન કી બાત અપડેટ્સ ટ્વિટર હેન્ડલ પર પણ મળશે.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને ગયા મહિનાની મન કી બાત શ્રેણી પર આધારિત એક ઈ પુસ્તિકા શેર કરી છે. જેમાં કાર્યક્રમમાં ચર્ચા કરાયેલા વિષયો પર રસપ્રદ લેખો છે. વડાપ્રધાને ટ્વીટ કર્યું હતુ કે મને મન કી બાત કાર્યક્રમ માટે અસંખ્ય ઈનપુટ મળી રહ્યા છે. મોટી સંખ્યામાં યુવાનોને તેમના મંતવ્યો અને વિચાર શેર કરતા જોઈને મને આનંદ થાય છે.

Next Article