Gujarati NewsNationalTo 10 saving scheme scss post office small saving scheme national savings certificate govt schemes interest rate
Govt Scheme: રોકાણ કરવા માંગો છો? તો આ 10 સરકારી યોજનાઓ જેમાં મળશે વધુ નફો, જાણો અહીં તમામ યોજનાના વ્યાજ દર
Top 10 Govt Schemes: સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આ સરકારી યોજનાઓમાં, તમને ખૂબ સારા વ્યાજની સાથે ટેક્સ કપાતનો લાભ મળે છે. ચાલો જાણીએ 10 સરકારી યોજનાઓના વ્યાજ દરો વિશે.
Follow us on
જો તમે પણ વિવિધ ક્ષેત્રે રોકાણ કરવાને બદલે કોઈ સરકારી યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આજે અમે તમને સરકાર દ્વારા ચલાવવામાં આવતી 10 યોજનાઓ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર અનેક પ્રકારની બચત યોજનાઓ ચલાવી રહી છે. જેના પર માસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક એક નિશ્ચિત રકમનું રોકાણ કરીને મોટું ફંડ ઉમેરી શકાય છે, જે તમારી જરૂરિયાતો તો પૂરી કરી શકે છે પણ તમને સમૃદ્ધ પણ બનાવી શકે છે. આ યોજનાઓના રોકાણકારોને કર મુક્તિનો લાભ પણ મળે છે.
સરકારે એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરોમાં 70 bps (બેઝિસ પોઈન્ટ્સ) સુધીનો વધારો કર્યો છે. સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ, નેશનળ સેવિંગ સર્ટિફિકેટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર જેવી યોજનાઓનો લાભ મળશે. તો ચાલો જાણીએ આ બધી યોજનાઓ વિશે.