TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, અધ્યક્ષસ્થાને બેઠેલા હરિવંશ તરફ ફેંકી હતી રૂલ બુક

|

Dec 21, 2021 | 7:13 PM

સસ્પેન્શન પર, TMC સાંસદે ટ્વિટ કર્યું, "છેલ્લી વખતે જ્યારે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, ત્યારે સરકાર ખેડૂતો માટે કાયદો લાદી રહી હતી. તે પછી શું થયું તે આપણે બધા જાણીએ છીએ.

TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, અધ્યક્ષસ્થાને બેઠેલા હરિવંશ તરફ ફેંકી હતી રૂલ બુક
TMC MP Derek O'Brien (Photo Courtesy - Rajya Sabha)

Follow us on

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓ’બ્રાયનને (TMC MP Derek O’Brien) મંગળવારે રાજ્યસભામાંથી (Rajya Sabha) શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ (suspended)કરવામાં આવ્યા છે. ડેરેક ઓ’બ્રાયને સ્પીકરની ખુરશી તરફ ‘નિયમોનુ પુસ્તક’ (Rule Book) ફેંક્યું હતું. તેમણે ગૃહમાં ચૂંટણી સુધારણા બિલ (Election Laws (Amendment Bill) 2021 )પસાર કરતી વખતે રૂલ બુક (Rule Book) ફેંકી દીધી હતી.

તેમના સસ્પેન્શન પર, TMC સાંસદે ટ્વિટ કર્યું, “છેલ્લી વખતે જ્યારે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, ત્યારે સરકાર ખેડૂતો માટે કાયદો લાદી રહી હતી. તે પછી શું થયું તે આપણે બધા જાણીએ છીએ. સંસદની મજાક ઉડાવતા ભાજપ અને ઈલેક્ટોરલ લૉ બિલ 2021 લાદવાના વિરોધમાં આજે તેમને સ્થગિત કરવામાં આવી હતી. આશા છે કે આ બિલ પણ જલ્દી રદ્દ થઈ જશે.

મંગળવારે કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ (Kiren Rijiju) રાજ્યસભામાં ‘ચૂંટણી કાયદા (સંશોધન) બિલ, 2021’ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. આ બિલમાં આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે લિંક કરવાની વાત કરવામાં આવી છે. વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન ડેરેક ઓ બ્રાયને સેક્રેટરી જનરલ પર રૂલ બુક ફેંકી હતી. જો કે, વિપક્ષના હોબાળા વચ્ચે ચૂંટણી કાયદો (સુધારા) બિલ 2021 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ આ બિલ લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે.

બિલમાં શું છે જોગવાઈઓ?
આ વિધેયકમાં એવી જોગવાઈ છે કે 18 વર્ષના યુવાનો હવે વર્ષમાં 4 વખત મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકશે. 1 જાન્યુઆરીની સાથે જ યુવાઓ 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરના રોજ પણ મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકશે. આ સાથે ટૂંક સમયમાં યુવાનોના વોટર આઈડી કાર્ડ બનાવવામાં આવશે. અત્યાર સુધી વર્ષમાં એકવાર એટલે કે 1 જાન્યુઆરી પહેલા, વ્યક્તિ 18 વર્ષની ઉંમરે પોતાને મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.

બિલ અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના મતદાર કાર્ડને આધારકાર્ડ (Aadhar Card) સાથે લિંક કરવા માંગે છે, તો તે તેને લિંક કરી શકે છે. પરંતુ તે ફરજીયાત નહીં, વૈકલ્પિક છે. મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાના મામલામાં ગોપનીયતાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ

Rajya Sabha: TMC નેતા ડેરેક ઓ’બ્રાયને મહાસચિવ પર રૂલ બુક ફેંકી, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને પીયૂષ ગોયલે વ્યક્ત કરી નારાજગી

આ પણ વાંચોઃ

ભાજપના નેતાઓએ મંદિર-મસ્જિદની 513 એકર જમીન હડપ કરી, બેનામી વ્યવહારો દ્વારા કરોડો ઊભા કર્યાઃ નવાબ મલિકનો આક્ષેપ

Next Article