TTD મંદિર બોર્ડનો દાવો – આ જગ્યાએ છે ભગવાન હનુમાનનું જન્મસ્થળ, ટૂંક સમયમાં રજૂ કરશે પુરાવા

|

Apr 10, 2021 | 2:28 PM

ટીટીડી 13 એપ્રિલે ઉગાડી તહેવાર (તેલુગુ નવું વર્ષ) ના દિવસે એક પુસ્તિકાના રૂપમાં એક દસ્તાવેજ જારી કરવા માટે તૈયાર છે. જેનાથી એ સાબિત કરી શકાશે કે ભગવાન હનુમાનનું જન્મસ્થળ ક્યા આવ્યું છે.

TTD મંદિર બોર્ડનો દાવો - આ જગ્યાએ છે ભગવાન હનુમાનનું જન્મસ્થળ, ટૂંક સમયમાં રજૂ કરશે પુરાવા

Follow us on

તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) એ કહ્યું કે તે આ સાબિત કરવા માટે ઐતિહાસિક અને સંબંધિત પુરાવા પ્રદાન કરશે કે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં ભગવાન વેંકટેશ્વરનું નિવાસ એ તિરૂમલા ભગવાન હનુમાનનું જન્મસ્થાન છે.

મંદિરનો વહીવટ, ટીટીડી, 13 એપ્રિલે ઉગાડી તહેવાર (તેલુગુ નવું વર્ષ) ના દિવસે એક પુસ્તિકાના રૂપમાં એક દસ્તાવેજ જારી કરવા માટે તૈયાર છે. જેનાથી એ સાબિત કરી શકાશે કે અંજનાદ્રિ, તિરુમાલાની સાત ટેકરીઓમાંથી એક, અંજનાદ્રીને ભગવાન હનુમાનનું જન્મસ્થળ કહેવામાં આવે છે.

ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર કે એસ જવાહર રેડ્ડીએ કહ્યું હતું કે, ‘અમે પૂરા ઘાટમાં આવેલા તિરુમાલાની સાત ટેકરીઓમાંથી એક, અંજનાદ્રીમાં ભગવાન હનુમાનનું જન્મ થયો હોવાનું સાબિત કરવા પુસ્તિકાના રૂપમાં સમિતિનો અહેવાલ લાવીશું. જે તિરુમાલાની સાત ટેકરીઓમાં પૂર્વી ઘાટના શેષચલમ પર્વતમાળાનો ભાગ છે”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુરુવારે રેડ્ડી સાથેની બેઠકમાં પેનલે પોતાનો અહેવાલ ટીટીડીને સોંપ્યો હતો. સમિતિના સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘ખગોળશાસ્ત્રના આધારે ભગવાન રામના માર્ગને શોધી કાઢવા માટે અન્ય ઘણા સંશોધકો દ્વારા ભૂતકાળમાં ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે. રામેશ્વરમથી શ્રીલંકામાં પ્રવેશતા પહેલા અયોધ્યાથી દક્ષિણમાં યાત્રા દરમિયાન જતાં રામ, તિરૂમાલામાં ભગવાન હનુમાનની સમક્ષ આવ્યા હશે.

સમિતિના સભ્યએ કહ્યું, “શાસ્ત્રો અનુસાર, અંજના દેવીએ ભગવાન હનુમાનને જન્મ આપતા પહેલા તમસાલા હિલ્સના એક ધોધ અને અખાડા ગંગામાં પવિત્ર સ્નાન કર્યું હતું.”

 

આ પણ વાંચો: બાળકો માટે વધુ જોખમી કોરોનાની નવી લહેર? જો આ લક્ષણો તમારા બાળકમાં દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો

આ પણ વાંચો: પ્રધાનમંત્રીએ ઉજવી જન્મદિનની પાર્ટી, કોરોના નિયમોના ઉલંઘન બદલ પોલીસે ફટકાર્યો લાખોનો દંડ

Next Article