મોદી સરકારની આ યોજના નવા રૂપ સાથે શરૂ થશે, 40 કરોડ લોકોને મફતમાં મળશે સારવાર

|

Mar 28, 2023 | 7:43 PM

દેશના મધ્યમ વર્ગના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, સરકાર આયુષ્માન ભારત યોજનાનો બીજો તબક્કો, આયુષ્માન યોજના 2.0 તૈયાર કરી રહી છે.

મોદી સરકારની આ યોજના નવા રૂપ સાથે શરૂ થશે, 40 કરોડ લોકોને મફતમાં મળશે સારવાર

Follow us on

સરકાર આયુષ્માન ભારતની સાથે આયુષ્માન 2.0 યોજના લાગુ કરવા માંગે છે. તેથી, નાણાકીય સમસ્યાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને, સરકાર અન્ય વિકલ્પો શોધી રહી છે. દેશના મધ્યમ વર્ગના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, સરકાર આયુષ્માન ભારત યોજનાનો બીજો તબક્કો, આયુષ્માન યોજના 2.0 તૈયાર કરી રહી છે.

આયુષ્માન 2.0

આ યોજના દ્વારા સરકાર દેશના લગભગ 40 કરોડ લોકોને મફત સારવાર આપશે. સરકાર નાણાકીય સમસ્યાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને આયુષ્માન ભારતની આયુષ્માન યોજનાના બીજા તબક્કાને લાગુ કરવા માટે અન્ય વિકલ્પો શોધી રહી છે, જેથી આ યોજનાને વહેલી તકે લાગુ કરી શકાય. જેનો લાભ પ્રજા લઈ શકે.

આ પણ વાંચો : તાંબાના વાસણમાં કેમ પીવું જોઈ પાણી? રાજીવ દીક્ષિતે જણાવ્યા ફાયદા

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલય વસ્તીના આ વર્ગને આરોગ્ય કવચ પ્રદાન કરવા માટે અપગ્રેડ યોજનાની રૂપરેખા પર કામ કરી રહી છે. આ ઉપરાંત, વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં યોજનાના લાભાર્થીઓને આંશિક યોગદાન સાથે આયુષ્માન ભારત જેવું 5 લાખ રૂપિયાનું કવરેજ પ્રદાન કરવા સાથે અન્ય સુવિધાઓ પણ કરાવવા તરફ કામગીરી કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય વીમા કંપનીઓને આર્થિક રીતે સક્ષમ પેકેજ સાથે લોકોની વચ્ચે આવવા માટે સક્ષમ બનવા અને સામાન્ય લોકોને વ્યાજબી કિંમતે સારવાર માટે કવરેજ પૂરું પાડે. કમિશને વીમા કંપનીઓ સાથે ઘણીવાર વાટાઘાટો કર્યા છે અને ડ્રાફ્ટ પોલિસી ટૂંક સમયમાં તૈયર કરવામાં આવશે.

આ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી

2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે 5 લાખ રૂપિયા સુધીની હેલ્થકેરનું કવચ પૂરું પડે છે. આ યોજના લગભગ 110 મિલિયન ગરીબ અને નબળા પરિવારો (લગભગ 500 મિલિયન લાભાર્થીઓ) ને સરકાર દ્વારા લાભ આપવામાં આવી રહ્યીયો છે.

સરકાર દ્વારા હેલ્થ કવરેજ વિસ્તારવાનું માંગ

સરકારનું માનવું છે કે અગાઉની આયુષ્માન ભારત યોજના હેઠળ નીચેની 40% વસ્તીને આવરી લેવામાં આવી છે અને વધુ આવક ધરાવતી વસ્તી તેમના પોતાના ખર્ચે આરોગ્ય સેવા ભોગવી શકે છે અથવા થોડું સ્વાસ્થ્ય કવરેજ મેળવી શકે છે, પરંતુ આયુષ્માન યોજના 2.0 નો ઉદ્દેશ્ય મધ્યમ વર્ગની ઓછી આવક ધરાવતા લોકોને મદદ પૂરી પાડવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય લોકોને મદદ કરવા માટેનું ફંડ સરકાર માટે ચિંતાનો વિષય નથી. કારણ કે તે હેલ્થ કવરેજને વિસ્તારવા માંગે છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં મધ્યમ વર્ગ માટે સરકાર આરોગ્ય ક્ષેત્રે સારા સમાચાર આપે તેની તૈયારીઓ હાથ ધરી રહી છે.

Next Article