
દિલ્હી પોલીસે હાલમાં એક એવી કાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. જે હાઈટેક સિસ્ટમથી મોંઘી અને લક્ઝરી કારની ચોરી કરતા હતા. આ ચોરોની નજર માત્ર લક્ઝરી કારો પર જ રહેતી હતી. મોટી વાત એ છે કે, આ ગેંગ ચોરી તો કારની દિલ્હીમાંથી કરતા હતા પરંતુ તેની આખી મોડસ ઓપરેન્ડી દુબઈમાં બેસેલી ગેંગના અન્ય સભ્યોની મદદથી ઓપરેટ થતી હતી.
દિલ્હી પોલીસની એન્ટી ઓટો થેફ્ટ સ્ક્વોડે ખુલાસો કર્યો છે કે, ચોરોની નજર એવી કારો પર રહેતી હતી. જેમાં એડવાન્સ સિસ્ટમ લાગેલી રહેતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગેંગ પહેલા મોંઘી કારની પસંદ કરતા હતા. જેમાં એડવાન્સ સિક્યોરિટી સિસ્ટ લાગેલી હોય. ચોર કારની વિન્ડોસ્ક્રીન પર લાગેલા એક સ્ટિકરનો ફોટો ક્લિક કરતા હતા. જેમાં એક યુનિક સિક્યોરિટી કોડ હોય છે. આ ફોટો તે દુબઈમાં બેસેલી પોતાની ગેંગને આપતા હતા.
દુબઈમાં રહેલા એક્સપર્ટ આ કોડને હેક કરી નવો કોડ બનાવી પરત મોકલતા હતા. નવો કોડ મળ્યા બાદ ગેંગ કારનો કાચ તોડી મશીનથી કોડ નાંખી ગાડી ચાલું કરતા હતા. ત્યારબાદ ગાડીમાં લાગેલ જીપીએસ સિસ્ટમને તે જૈમરથી બ્લોક કરી દેતો હતો. આ કારણે ગાડીના માલિકના ફોન પર કોઈ અલર્ટ મેસેજ આવતો ન હતો. ત્યારબાદ આરામથી તે આ ગાડી લઈ ફરાર થતો હતો.
જે ગાડીઓની ચોરી થતી હતી. તેમાં લક્ઝરી કાર સામેલ હતી. ગેંગ એવી લક્ઝરી કારને પસંદ કરતા હતા. જેમાં એડવાન્સ સિક્યોરિટી સિસ્ટમ લાગેલું હોય. રિયર વિંડસ્ક્રીન પર લાગેલ હોલોગ્રામનો ફોટો ક્લિક કરતા હતા. જેમાં યુનિક સિક્યોરિટી કોડ હોય. આ ફોટો દુબઈમાં બેસેલા ટેક્નિકલ એક્સપર્ટને મોકલતા હતા. એક્સપર્ટ સિક્યોરિટી સિસ્ટમને અનલોક કરી કોડ જનરેટ કરતા હતા. ત્યાપબાદ ગેંગ ગાડીનો કાચ તોડી ગાડી ચાલું કરતા હતા. ત્યારબાદ અન્ય રાજ્યોમાં ફરાર થતા હતા.
મોંઘી અને લક્ઝરી કારમાં અનેક ઓટોમેટિક અને હાઈટેક ફીચર હોય છે. જેને ચાવી કે રિમોટથી ઓપરેટ કરી શકાતી હોય. આ કાર મોબાઈલ એપથી કંટ્રોલ હોય શકે છે. કોઈ મોબાઈલ ફોનની જેમ દરેક કારમાં પણ એક યુનિટ આઈડી અને કોડ હોય છે. આ સિક્યોરિટી કોડથી કાર ચોરી થવાનો આ પહેલો મામલો છે.