Covid 19 Updates: જાણો કઈ તારીખે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક સાથે આવી શકે છે Third Waveની પીક

|

Jan 17, 2022 | 2:07 PM

દેશમાં કોવિડ-19 સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર હવે તેના પીકની ખૂબ નજીક પહોંચી હોય તેવો નિષ્ણાતોનો દાવો છે. બીજી વેવમાં, 10 દિવસ સુધી દરરોજ એકથી બે લાખ કેસ મળી રહ્યા હતા, પરંતુ આ વખતે છ દિવસ પછી જ આ આંકડો બે લાખને વટાવી ગયો છે.

Covid 19 Updates: જાણો કઈ તારીખે ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક સાથે આવી શકે છે Third Waveની પીક
Symbolic Image

Follow us on

દેશમાં કોવિડ-19 (Covid-19) સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર (Third Wave Peak) હવે તેના પીકની ખૂબ નજીક પહોંચી ગઈ હોય તેવો એક્સપર્ટસનો દાવો છે. બીજી વેવમાં, 10 દિવસ સુધી દરરોજ એકથી બે લાખ કેસ મળી રહ્યા હતા, પરંતુ આ વખતે છ દિવસ પછી જ આ આંકડો બે લાખને વટાવી ગયો છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે ભારતના કેટલાક મોટા શહેરોમાં આગામી થોડા દિવસોમાં કોરોના કેસ ટોચ પર હશે. જો કે, દિલ્હી(Delhi) અને મુંબઈ(Mumbai) જેવા મહાનગરોના આરોગ્ય વિભાગનું કહેવું છે કે અહીં કોરોનાની પીક આવી ગઈ છે અને કેસોમાં ઘટાડો થયો છે. આવો એક નજર કરીએ ગુજરાત(Gujarat) સહિત ભારતના કયા રાજ્યમાં ક્યારે આવી શકે છે.

ગુજરાત– રાજ્યમાં બે દિવસ બાદ એટલે કે 19 જાન્યુઆરીએ કોરોનાની પીક આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,150 નવા કેસ નોંધાયા છે જ્યારે 8 દર્દીઓના મોત થયા છે. તે જ સમયે, 6096 દર્દીઓ સાજા પણ થયા છે.

ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh) જ્યારે 10 ફેબ્રુઆરીથી સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 17,185 નવા કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. 8802 દર્દીઓ સાજા પણ થયા છે. આ દરમિયાન, રાજ્યમાં કુલ 2,57,694 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. યુપીમાં કોરોના સંક્રમણ 19 જાન્યુઆરી સુધીમાં ટોચ પર પહોંચે તેવી શક્યતા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહારાષ્ટ્રઃ હાલમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 41,327 નોંધાયા છે ત્યારે આ રાજ્યમાં પણ કોરોનાની પીક 19 જાન્યુઆરીએ આવે તેવી શક્યતા છે.

તમિલનાડુ: તામિલનાડુમાં 25 જાન્યુઆરી સુધીમાં ટોચની અપેક્ષા છે. હવે અહીં પહેલા કરતા વધુ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.

આંધ્રપ્રદેશ: આ રાજ્યમાં કોરોના સંક્રમણની પીક 30 જાન્યુઆરીએ પહોંચવાની સંભાવના છે. આંધ્ર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,570 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 26, 770 છે.

હરિયાણાઃ દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા હરિયાણામાં 20 જાન્યુઆરીએ કોરોના સંક્રમણ ચરમસીમાએ પહોંચવાની આશા છે.

બિહાર: બિહારમાં આ સમયે કોરોનાની ટોચ પર છે. જો આમ થાય છે, તો હવે ટૂંક સમયમાં જ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી શકે છે.

આસામ: 26 જાન્યુઆરીએ આસામમાં પીકની અપેક્ષા છે. રવિવારે આસામમાં કોરોનાના 2709 નવા કેસ નોંધાયા અને 5 લોકોના મોત થયા. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 19, 258 છે.

દિલ્હી: નિષ્ણાતો અનુસાર દિલ્હીમાં કોરોનાની પીક ચાલુ છે. દિલ્હીમાં શનિવારની સરખામણીએ રવિવારે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 18,286 નવા કેસ નોંધાયા છે, જે શનિવાર કરતા લગભગ 2500 ઓછા છે. રાજધાનીમાં આજે કોરોનાના સક્રિય કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. સક્રિય કેસ ઘટીને 89,819 થઈ ગયા છે.

આ પણ વાંચો:

Good News : કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, 12-14 વર્ષના બાળકોને આ મહીનાથી આપવામાં આવશે વેક્સિન

આ પણ વાંચો:

મુંબઈગરાઓને આંશિક રાહત : છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ, UAE થી આવતા યાત્રીઓને મળી આ છૂટ

Published On - 2:07 pm, Mon, 17 January 22

Next Article